For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારમાં મતદાન દરમ્યાન પોલિંગ એજન્ટ અને મતદાતાનું મોત

બિહારમાં મતદાન દરમ્યાન પોલિંગ એજન્ટ અને મતદાતાનું મોત

|
Google Oneindia Gujarati News

નવાડાઃ પહેલા તબક્કામાં બિહાર વિધાનસભાની 71 સીટ પર મતદાન ચાલુ છે. આકરી સુરક્ષા અને ગાઈડલાઈનને ધ્યાનમાં રાખતાં મતદાન કરવામાં આવી રહ્યું છે. આ દરમ્યાન બિહારના નવાડા અને રોહતાસ જિલ્લામાં મતદાન દરમ્યાન એક પોલિંગ એજન્ટ અને મતદાતાનું મોત થયું. પહેલી ઘટના નવાડા જિલ્લાના હિસુઆના ફુલમા બૂથની છે, જ્યાં મતદાન દરમ્યાન જ પોલિંગ એજન્ટે દમ તોડ્યો.

bihar assembly elections 2020

પ્રાપ્ત જાણકારી મુજબ પોલિંગ એજન્ટ કૃષ્ણા સિંહને મતદાન દરમ્યાન હાર્ટ અટેક આવ્યો, જે બાદ ઈલાજ માટે તેમને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ઈલાજ દરમ્યાન જ કૃષ્ણા સિંહનું મોત થયું. છાતીમાં અચાનક દુખાવો ઉપડતાં તેમને સદર હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે ડૉક્ટરે તેમને મૃત ઘોષિત કરી દીધા. કૃષ્ણા સિંહના મોત બાદ આખા પરિવારમાં માતમ છવાઈ ગયો.

બીજી મોતની ઘટના રોહતાસના સંઝૌલીના મધ્ય વિદ્યાલય મતદાન કેન્દ્રની છે, જ્યાં મતદાન આપવા ગયેલ એક મતદાતાનું મોત થયું છે. મૃતકની ઓળખ 65 વર્ષના હીરા મહતો તરીકે થઈ છે. હીરા મતદાન કેન્દ્ર નંબર 151 પર વોટ આપવા આવ્યા હતા અને ત્યારે જ તેમનું મોત થયું. જણાવવામાં આવી રહ્યું છે કે મતદાન કરવા માટે તેઓ જ્યારે લાઈનમાં ઉભા હતા ત્યારે જ બેભાન થઈને નીચે પડી ગયા હતા.

પીએમ મોદીની બિહાર રેલીના પહેલા તેજસ્વીએ પુછ્યા આ 11 સવાલપીએમ મોદીની બિહાર રેલીના પહેલા તેજસ્વીએ પુછ્યા આ 11 સવાલ

જ્યાં સુધીમાં લોકોને કંઈ સમજમાં આવતું ત્યાં સુધીમાં તો હીરા લાલનું મોત થઈ ગયું હતું. હીરાલાલ 65 વર્ષના હતા અને ખેડૂત હતા. પોલીસે આ ઘટના બાદ મૃતદેહને પોતાના કબ્જામાં લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે મોકલી દીધો. બિહારમાં પહેલા તબક્કાના વોટિંગ માટ 16 જિલ્લાની 71 સીટ પર મતદાન થઈ રહ્યું છે.

સવારે 9 વાગ્યા સુધી મતદાનના ગતિ ઘણી ધીમી રહી હતી. બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 71 સીટ પર કુલ 1066 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, બિહારના 2.14 કરોડ મતદાતા 1066 ઉમેદવારોની કિસ્મતનો ફેસલો કરશે.

English summary
Polling agent and voter died during polling in Bihar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X