દિલ્હી વિધાનસભા ચૂંટણી: 4 વાગ્યા સુધી 55 ટકા મતદાન
નવી દિલ્હી, 4 ડિસેમ્બર: દિલ્હીમાં આજે ચૂંટણી મહાસંગ્રામનો દિવસ છે. વિધાનસભા ચૂંટણી માટે મતદાન સવારે 8 વાગ્યાથી જ શરૂ થઇ ગયું છે. સવારે જ દિલ્હીવાસીઓમાં મતદાનને લઇને ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 70 સભ્યોવાળી દિલ્હી વિધાનસભા માટે 1.19 કરોડ મતદાતાઓ પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે.
ચૂંટણીમાં ખાસ વાત એ છે કે દિલ્હીનું રાજકારણ પહેલીવાર ત્રિકોણીય પરિમાણ સર્જવા જઇ રહ્યું છે. આ ચૂંટણીમાં મુખ્યરીતે મુકાબલો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે છે. ત્રણેય પાર્ટીઓ પોતાની સરકાર બનાવવાનો દાવો કરી રહી છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી સમાચાર સાર:
- 4 વાગ્યા સુધી 55 ટકા મતદાન
- બપોરે 3 વાગ્યા સુધી 48 ટકા મતદાન
- કોંગ્રેસ અને બીજેપી વચ્ચે છે મુખ્ય મુકાબલો: એકે વાલિયા
- લક્ષ્મીનગરમાં પોલિંગ નંબર 92 પર લોકોને હાલાકી, ઈવીએમ મશીન ખરાબ
- બપોરે એક વાગ્યા સુધી 34 ટકા મતદાન
- શીલા દીક્ષિતે સારું કામ કર્યું છે, અમે ફરીથી સરકાર બનાવી રહ્યા છીએ: રાહુલ ગાંધી
- 11 વાગ્યા સુધી 17 ટકા મતદાન થયું
- ઓરંગજેબ રોડ: લાઇનમાં ઊભા રહીને રાહુલ ગાંધીએ કર્યું વોટિંગ
- પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાઢેરાએ કર્યું વોટિંગ
- દિલ્હીમાં કોઇ ત્રિકોણી જંગ નથી: હર્ષવર્ધન
- અમારા કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવી રહ્યા છે: પ્રશાંત ભૂષણ
- ઘણા બૂથો પર ટેબલ લગાવવાથી રોકવામાં આવ્યા: આપ
|
નરેન્દ્ર મોદીનું ટ્વિટ
નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી વોટીંગ કરવા કરી અપીલ.

અરવિંદ કેજરીવાલ, આપ
આજે સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવેલા આપ પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે મીડિયાને જણાવ્યું કે જનતાએ ભ્રષ્ટાચારને સમાપ્ત કરવાનો સંકલ્પ કરી લીધો છે. આવો આજે વ્રત રાખીએ. મે આજે કઇ નથી ખાધું અને મેડિટેશનમાં જઇ રહ્યો છું અને 7 ડિસેમ્બરના રોજ પરત ફરીશ.

ડો. હર્ષવર્ધ, ભાજપ
જ્યારે ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ડો. હર્ષવર્ધને કૃષ્ણાનગરમાં વોટિંગ કર્યું અને જણાવ્યું કે અમારી જ જીત થશે અને 8 ડિસેમ્બરના રોજ તેની ખબર પડી જશે. જનતા શીલા સરકારના ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે અને પરિવર્તન માટે વોટિંગ કરવા માંગે છે.

શીલા દીક્ષિત, કોંગ્રેસ
જ્યારે મુખ્યમંત્રી શીલા દીક્ષિતે કોંગ્રેસની સરકારે ખૂબ જ શાનદાર શહેર બનાવવાનો દાવો કર્યો હતો. શીલાએ જણાવ્યું કે અમે વિકાસના નામ પર વોટ માંગ્યા છે. અમે દિલ્હીને સરસ શહેર બનાવ્યું છે. અમારી પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ ખોટા છે. શીલાએ એ પણ જણાવ્યું કે વોટર આ વખતે શાંત છે.

સોનિયા ગાંધી અને મેનકા ગાંધી
સોનિયા ગાંધી સવારે 10 વાગ્યે શીલા દીક્ષિતની સાથે વોટિંગ કરવા આવી પહોંચી હતી. સોનિયા ગાંધી વોટિંગ કરવા માટે લાઇનમાં લાગી ગઇ હતી પરંતુ સુરક્ષા કર્મચારીઓએ તેમને લાઇનમાં નહીં ઉભા રહેવાનું કહેતા તેઓ અંદર ચાલ્યા ગયા. અને વોટિંગ કર્યું. તેમની સાથે જ મેનકા ગાંધી પણ આવી પહોંચ્યા હતા. બંને વોંટિંગ કરીને બહાર આવ્યા ત્યારે સોનિયાએ મેનકાની સામે જોયું પણ નહીં, પરંતુ મેનકા તેમની સામે જોઇને હસતા હતા.

રાહુલ ગાંધી
શીલા દીક્ષિતે સારું કામ કર્યું છે, અમે ફરીથી સરકાર બનાવી રહ્યા છીએ: રાહુલ ગાંધી
વોટિંગ કરીને કોણે શું કહ્યું...
અરવિંદ કેજરીવાલ, આપ:
આજે સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવેલા આપ પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે મીડિયાને જણાવ્યું કે જનતાએ ભ્રષ્ટાચારને સમાપ્ત કરવાનો સંકલ્પ કરી લીધો છે. આવો આજે વ્રત રાખીએ. મે આજે કઇ નથી ખાધું અને મેડિટેશનમાં જઇ રહ્યો છું અને 7 ડિસેમ્બરના રોજ પરત ફરીશ.
ડો. હર્ષવર્ધ, ભાજપ:
જ્યારે ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ડો. હર્ષવર્ધને કૃષ્ણાનગરમાં વોટિંગ કર્યું અને જણાવ્યું કે અમારી જ જીત થશે અને 8 ડિસેમ્બરના રોજ તેની ખબર પડી જશે. જનતા શીલા સરકારના ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે અને પરિવર્તન માટે વોટિંગ કરવા માંગે છે.
શીલા દીક્ષિત, કોંગ્રેસ:
જ્યારે મુખ્યમંત્રી શીલા દીક્ષિતે કોંગ્રેસની સરકારે ખૂબ જ શાનદાર શહેર બનાવવાનો દાવો કર્યો હતો. શીલાએ જણાવ્યું કે અમે વિકાસના નામ પર વોટ માંગ્યા છે. અમે દિલ્હીને સરસ શહેર બનાવ્યું છે. અમારી પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ ખોટા છે. શીલાએ એ પણ જણાવ્યું કે વોટર આ વખતે શાંત છે.

Click it and Unblock the Notifications