For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોંડિચેરીઃ ભાજપ પર આધારનો દુરુપયોગ કરવાનો આરોપ, HCએ પૂછ્યું- 'શું ચૂંટણી ટાળીએ?'

પોંડિચેરીઃ ભાજપ પર આધારનો દુરુપયોગ કરવાનો આરોપ, HCએ પૂછ્યું- 'શું ચૂંટણી ટાળીએ?'

|
Google Oneindia Gujarati News

મદ્રાસ હાઈકોર્ટો પોંડિચેરી વિધાનસભા ચૂંટણીની પહેલાં દાખલ એક મહત્વની અરજીને લઈ ચૂંટણી પંચ સમક્ષ પ્રશ્ન ઉઠ્યો છે. પોંડિચેરીમાં છ એપ્રિલે મતદાન થનાર છે. જે પહેલાં એક અરજીમાં ભારતીય જનતા પાર્ટી પર આધાર ડિટેલ્સનો ચૂંટણી કેમ્પેનના ઉદ્દેશ્યથી ખોટો ઉપયોગ કરાયો હોવાનો આરોપ લાગ્યો છે. પાર્ટીએ આધાર નંબરથી વોટર્સના ફોન નંબર કાઢ્યા હોવાનો પણ આરોપ છે.

voting

આ ઘટનાને બહુ ગંભીર ગણાવતાં કોર્ટે ચૂંટણી પંચને આ મામલે તપાસ કરવા અને 30 માર્ચ સુધી ફુલ રિપોર્ટ ફાઈલ કરવા કહ્યું છે. હાઈકોર્ટે ચૂંટણી પંચને આ મામલે મુદ્દો ટાળવાને લઈ ફટકાર લગાવી અને કહ્યું કે આ મામલાને સંપૂર્ણ ગંભીરતાથી જોવામાં આવશે.

ચીફ જસ્ટિસ સંજીબ બેનરજી અને જસ્ટિસ સેંથિલકુમાર રામમૂર્તિને બેંચે પોતાના આદેશમાં કહ્યું કે ચૂંટણી પંચ કહે કે સાઈબર ક્રાઈમ ડિવિઝન આ મામલાની તપાસ કરી રહ્યું છે તો આવો મુદ્દો ટાળવાનું વલણ નહિ ચાલે. જ્યારે ચૂંટણી પંચે હરેક બીજા મુદ્દે પોતાની વર્ચસ્વતા અને સક્રિયતા દેખાડે છે તો આ મુદ્દાને પણ ગંભીરતા દર્શાવવામાં આવે અને તરત તેની તપાસ કરવામાં આવે.

આસામમાં આજે મતદાનઃ મનમોહન સિંહે કહ્યુ - સમજદારીથી કરજો મતદાન, રાજ્યને ધર્મના નામે વહેંચવામાં આવી રહ્યો છે આસામમાં આજે મતદાનઃ મનમોહન સિંહે કહ્યુ - સમજદારીથી કરજો મતદાન, રાજ્યને ધર્મના નામે વહેંચવામાં આવી રહ્યો છે

આ અરજીમાં કહેવામાં આવ્યું કે ભાજપે ખોટી રીતે આધારથી લિંક કરાયેલા મોબાઈલ નંબર કાઢ્યા છે અને તેના પર બૂથ લેવલે વોટર્સને કનેક્ટ કરવા માટે વૉટ્સએપ ગ્રુપના લિંક અને મેસેજ મોકલ્યા છે. આ આરોપો પર ભાજપે કહ્યું કે તે પોતાની લીગલ ટીમ દ્વારા પ્રતિક્રિયા ફાઈલ કરાવશે.

English summary
Pondicherry: BJP accused of abusing Aadhar, HC asks- 'Should we cancel elections?'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X