For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મમતા પોતાના નિર્ણય પર અડગ, કોંગ્રેસ ખોટો પ્રચાર ન કરે: મમતા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mamata banerjee
કલકત્તા, 19 સપ્ટેમ્બર: યૂપીએ સરકારમાંથી ટેકો પાછો ખેંચી ચુકેલી તૃણમૂલ કોંગ્રેસ પોતાના નિર્ણય અડગ છે. તે પાછીપાની કરવા માટે તૈયાર નથી. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારની ટીકા કરતાં કહ્યું છે કે કોંગ્રેસ ખોટી બયાનબાઝી કરે છે. સત્ય તો એ છે કે ડીઝલમાં ભાવવધારો અને એફડીઆઇ મુદ્દે સરકારે તેમને કોઇ જાણકારી આપી ન હતી. સરકાર નિર્ણય લેતાં પહેલાં કોઇ વાત કેમ નથી કરતી?

મમતા બેનર્જીએ કહ્યું હતું કે સત્ય એ છે કે કોંગ્રેસ નેતા જુઠ્ઠુ બોલી રહ્યા છે. મુકુલ રોયને સરકાર તરફથી વાતચીત કરવા બાબતે કોઇ સંદેશો મળ્યો નથી. પ્રજા માટે મારી પાર્ટી કોઇ પણ ત્યાગ કરવા માટે તૈયાર છે. તેમને કહ્યું હતું કે સામાન્ય જનતાને છ કે નવ નહીં પરંતુ 24 ગેસ સિલિન્ડર સસ્તા દરે મળવા જોઇએ.

મમતા બેનર્જીએ સરકારની નિતીઓ પર આંગળી ચિંધતા કહ્યું હતું કે સરકાર મોંઘવારી વધારવા માટે ખાસ નિયમો બનાવ્યાં છે. પહેલાં તે આઠ રૂપિયા વધારે છે અને પછી એક રૂપિયો ઘટાડી દે છે. તૃણમૂલ કોંગ્રેસે યૂપીએ સરકારને આપેલો ટેકો પાછો ખેંચ્યો હોવાના નિર્ણય પર અડગ છે. એફડીઆઇ મુદ્દે અમારો વિરોધ ચાલુ રહેશે. અમે દરેક પક્ષોને અપીલ કરીએ છીએ કે 20 સપ્ટેમ્બરે યોજાનારા ભારત બંધના એલાનને પરત ખેંચે. કારણ કે અંતે નુકશાન તો દેશને જ થશે.

English summary
Trinamool Congress chief Mamata Banerjee slammed the UPA government and the Congress on Wednesday, saying the latter were spreading distorted information and rumour. She was speaking in her first press conference after pulling out of the UPA government on Tuesday evening.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X