For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UPમાં સોનિયાને માતા દુર્ગા તરીકે દર્શાવતા પોસ્ટરથી વિવાદ

|
Google Oneindia Gujarati News

sonia-durga-poster
લખનૌ, 4 નવેમ્બર : ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં કોંગ્રેસના સમર્થકોએ લગાવેલા સોનિયા ગાંધીના પોસ્ટરે નવો વિવાદ ઉભો કર્યો છે. આ પોસ્ટરમાં કોંગ્રેસેના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીને દેવી દુર્ગાના સ્વરૂપે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરી તથા જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીને અસૂરો તરીકે દર્શાવ્યા છે.

અલ્હાબાદ શહેરના સિવિલ લાઇન્સ વિસ્તારમાં આવેલા સુભાષ ચોક પાસે આ પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. આ પોસ્ટરમાં ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના એરવિંદ કેજરીવાલ અને બાબા રામદેવને રાવણ સ્વરૂપે દર્શાવવામાં આવ્યા હતા.

આ પોસ્ટર કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇના પૂર્વ જિલ્લા અધ્યક્ષ સિરીશ ચંદ્ર દુબે અને યુવક કોંગ્રેસના સચિવ હસીબ અહેમદે લગાવ્યા હતા. પોસ્ટરની નીચે તેમની તસવીરે પણ મૂકવામાં આવી હતી. આ પોસ્ટર રવિવારની રેલીમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવા માટે લગાવવામાં આવ્યા હતા.

જિલ્લા ભાજપ દ્વારા આ પોસ્ટર્સનો વિરોધ કરવામાં આવ્યો છે અને તેને હલકા રાજકારણનું કૃત્ય ગણાવ્યું છે. ભાજપ પોસ્ટર્સ લગાવનારા સામે કાર્યવાહી કરવાની માંગણી કરવાના છે.

English summary
Poster controversy : Sonia personified as goddess Durga in UP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X