For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજેપીમાં પોસ્ટર વોર, આડવાણીના પત્રના લાગી ગયા પોસ્ટર!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 જૂન: બીજેપી નેતા લાલકૃષ્ણ આડવાણીના પત્રના પોસ્ટર બનાવીને હવે બીજેપી પર નિશાનો સાધવામાં આવી રહ્યો છે. આડવાણીના રાજીનામાની એક પત્રની સામે આવ્યાના એક દિવસ બાદ આજે દિલ્હી ખાતેના મુખ્યાલય પાસે આવેલા સર્કલ પર આડવાણીના પત્રનું પોસ્ટર બનાવીને લગાવી દેવામાં આવ્યું. આ પોસ્ટરમાં પત્રને શીર્ષક 'બીજેપીનો પર્દાફાશ' એવું આપવામાં આવ્યું છે.

માનવામાં આવી રહ્યું છે કે વિરોધી જૂથ તરફથી આજવાણીના રાજીનામા થકી બીજેપી પર હુમલો કરવામાં આવી રહ્યો છે. આડવાણીની આ ચિઠ્ઠીના પોસ્ટરો બનાવીને અન્ય ઘણી જગ્યાએ પણ લગાવવામાં આવ્યા છે. મીડિયામાં આ સમાચાર આવવાના કારણે બીજેપી કાર્યાલય સુધી આ વાત પહોંચી અને બીજેપી કાર્યકરોએ આ પોસ્ટરોને ઉતારી લીધા હતા.

letter
આ પહેલા ગઇકાલે બીજેપી સંસદીય બોર્ડે આડવાણીનું રાજીનામુ નામંજૂર કરી દીધું છે. બીજેપીએ આ મુદ્દે તાત્કાલિક સંસદીય બોર્ડની બેઠક બોલાવી હતી. બેઠક બાદ સંસદીય બોર્ડના બધા જ સભ્યો એક સાથે મીડિયાની સામે આવ્યા અને જણાવ્યું કે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહે બેઠકમાં નિર્ણય કર્યો કે આડવાણીના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવશે નહી.

તેમણે જણાવ્યું કે આડવાણી અમારા સૌથી મોટા નેતા છે, અમારે અને અમારી પાર્ટીને તેમના માર્ગદર્શનની જરૂરિયાત છે. બધા જ નેતાઓએ એક સાથે આડવાણીના રાજીનામાનો અસ્વીકાર કરી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગોવાની કાર્યકારિણી બેઠકમાં મોદીની પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવા પર નારાજ હોવાથી તેમણે આ રાજીનામુ આપ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

English summary
Poster war: poster on resignation letter of LK Advani behind BJP office in new delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X