For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિર્ગિસ્તાનની પ્રેગ્નેન્ટ મહિલાની બાળક સહિત દિલ્લીમાં હત્યા, અઢી વર્ષ પહેલા ભારતીય સાથે કર્યા હતા લગ્ન

કિર્ગિસ્તાનની રહેવાસી એક યુવતી જેણે દિલ્લી આવીને એક ભારતીય સાથે લગ્ન કર્યા હતા તે પોતાના રૂમમાં મૃત મળી આવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કિર્ગિસ્તાનની રહેવાસી એક યુવતી જેણે દિલ્લી આવીને એક ભારતીય સાથે લગ્ન કર્યા હતા તે પોતાના રૂમમાં મૃત મળી આવી છે. પોલિસને તેની લાશ સાથે એક બાળક પણ મૃત મળી આવ્યુ છે. તપાસમાં સામે આવ્યુ છે કે મૃતકનુ નામ મિસ્કલ જુમાબેવા(28) છે અને તેને માનસ નામનો એક દીકરો પણ હતો. મિસ્કલ જુમાબેવાએ લગભગ અઢી વર્ષ પહેલા વિનય ચૌહાણ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા.

Kyrgyzstan woman

પોલિસ અધિકારીએ જણાવ્યુ કે, 'મિસ્કલ જુમાબેવા પ્રેગ્નેન્ટ હતી. હવે તે દક્ષિણ-પૂર્વ દિલ્લીના કાલકાજી વિસ્તારમાં એક દોસ્તના ઘરમાં મૃત મળી આવી છે. તેની તેના દીકરા સહિત હત્યા કરવામાં આવી છે. તે અને તેના દીકરાની લાશ બેડ પર પડેલી મળી છે. હત્યારાએ તેની છાતી અને શરીરના અન્ય ભાગો પર ચાકૂથી વાર કર્યા છે. દિલ્લી ક્રાઈમ બ્રાંચ અને ફૉરેન્સિક ટીમોએ પણ ઘટના સ્થળની તપાસ કરી છે.'

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યુ છે કે મિસ્કલ જુમાબેવાની સોમવારે રાતે પોતાના પતિ વિનય ચૌહાણ સાથે હૉસ્પિટલ જવાને લઈને ઝઘડો થઈ ગયો હતો. તેણે ગર્ભાવસ્થાના કારણે પેટમાં દુઃખાવાની ફરિયાદ કરી અને તે હૉસ્પિટલ જવા માંગતી હતી. પોલિસ અધિકારીએ કહ્યુ કે ત્યાં ઝઘડા પછી વિનય ચૌહાણ તેને ગ્રેટર કૈલાશમાં ઘરે છોડીને પોતાના દોસ્ત વાહિદને મળવા નીકળ્યો. ડીસીપીએ કહ્યુ કે એ રાતે મિસ્કલ જુમાબેવાએ પોતાની એક દોસ્ત મતલુબા મદુસમોનોવાને ફોન કર્યો જે તેને તેના દોસ્ત અવિનીશ સાથે હૉસ્પિટલ લઈ ગઈ. પોલિસે જણાવ્યુ કે, મતલુબા એક ઉઝબેક સિટીઝન છે અને કાલકાજીમાં રહે છે.

પોલિસ અધિકારીએ કહ્યુ કે હૉસ્પિટલથી પાછી આવ્યા પછી મતલુબા મિસ્કલ જુમાબેવા અને તેના બાળકને કાલકાજી સ્થિત પોતાના ઘરે લઈ ગઈ જ્યાં મંગળવારે સવારે મૃત મળી આવ્યા. પોલિસ અધિકારીએ જણાવ્યુ કે અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યુ છે કે પીડિતા પોતાના દીકરા અને અવિનીશ સાથે સોમવારે મોડી રાતે હૉસ્પિટલ જઈને કાલકાજીના ઘરે પહોંચી હતી. વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે તેનો ફ્લેટમેટ પણ ઘરે હતો અને બાદમાં બે અન્ય કૉમન ફ્રેન્ડ તેને મળવા આવ્યા અને ત્યાંથી જતા રહ્યા.

તેમણે કહ્યુ કે પીડિતાએ એ રાતે પોતાના પતિ સાથે ફોન પર હૉસ્પિટલ જવા અને પોતાના રોકાવા વિશે વાતચીત કરી. પોલિસે કહ્યુ કે ઘરની અંદર કોઈ સીસીટીવી કેમેરા નથી અને બિલ્ડિંગની બહારના કેમેરામાં પણ ફ્લેટમાં કોઈ અન્ય બહારના વ્યક્તિનો પ્રવેશ દેખાયો નથી. પોલિસને હજુ સુધી બહારની કોઈ વ્યક્તિની ભૂમિકા પર શંકા નથી પરંતુ તેમણે કહ્યુ કે તે દરેક સંભવ બાબતની તપાસ કરી રહ્યા છે.

પોલિસ કમિશ્નર(દક્ષિણપૂર્વ) આર પી મીનાએ કહ્યુ કે, 'અમે હત્યાને કેસ નોંધી લીધો છે અને આગળની તપાસ ચાલુ છે.' જણાવવામાં આવી રહ્યુ છે કે ઉપરોક્ત વિદેશી મહિલાની દક્ષિણ-પૂર્વ દિલ્લીના કાલકાજી વિસ્તારમાં એક દોસ્તના ઘરમાં મંગળવારની સવારે હત્યા કરી દેવામાં આવી હતી. તેની સાથે તેનો એક વર્ષના દીકરાનો પણ જીવ લેવામાં આવ્યો. પોલિસે માહિતી આપી છે કે ઉપરોક્ત મહિલા પાંચ મહિનાનો ગર્ભ હતો. પોલિસે કહ્યુ કે તે એક ગૃહિણી હતી અને પોતાના પતિ વિનય ચૌહાણ સાથે ગ્રેટર કૈલાશમાં રહેતી હતી.

એક વરિષ્ઠ પોલિસ અધિકારીએ જણાવ્યુ કે, દંપત્તિના લગ્નને બે વર્ષથી વધુ સમય થઈ ચૂક્યો છે અને તેને એક 13 મહિનાનો દીકરો પણ હતો, જે તેની સાથે મૃત મળી આવ્યો હતો. મહિલાનો પતિ વિનય ચૌહાણ ગેસ્ટ હાઉસ ચલાવતો હતો. ઘટના સમયે તે મહિલા અને તેનો દીકરો કાલકાજીમાં પોતાની ફ્રેન્ડના ઘરે હતા. અધિકારીએ કહ્યુ કે તેમના પતિ વિનય ચૌહાણે ફોન પર તેના દોસ્તો દ્વારા મોતની સૂચના અપાયા બાદ કૉલ કર્યો. પોલિસની કહેવુ છે કે ગુનેગારને પકડવા અને હત્યા પાછળનો હેતુ શોધવા માટે તપાસ ચાલુ છે.

English summary
Pregnant woman of Kyrgyzstan and her one-year-old son murdered in delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X