For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીના લોકોને વેક્સિન આપવાની તૈયારીઓ થઇ પુરી, અરવિંદ કેજરીવાલની જાહેરાત

કોરોના વાયરસ સંકટ વચ્ચે, કોવિડ -19 વેક્સિનની ભારત સહિત વિશ્વભરમાં આતુરતાથી રાહ જોવાઈ રહી છે. બ્રિટન અને અમેરિકામાં પણ રસીકરણ શરૂ થઈ ગયું છે, તે જ ક્રમમાં હવે ભારતમાં પણ રસી પણ ટૂંક સમયમાં મંજૂરી મળે તેવી સંભાવના છે. ગુરુ

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ સંકટ વચ્ચે, કોવિડ -19 વેક્સિનની ભારત સહિત વિશ્વભરમાં આતુરતાથી રાહ જોવાઈ રહી છે. બ્રિટન અને અમેરિકામાં પણ રસીકરણ શરૂ થઈ ગયું છે, તે જ ક્રમમાં હવે ભારતમાં પણ રસી પણ ટૂંક સમયમાં મંજૂરી મળે તેવી સંભાવના છે. ગુરુવારે સારા સમાચાર આપતાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમની સરકાર રાષ્ટ્રીય પાટનગરમાં દરેકને કોવિડ -19 રસી આપવા તૈયાર છે, આ અંગે તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે.

દિલ્હી સરકારે કરી લીધી છે સંપૂર્ણ તૈયારીઓ

દિલ્હી સરકારે કરી લીધી છે સંપૂર્ણ તૈયારીઓ

સીએમ અરવિંદ કેજરીવાલે પોતાની એક પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીમાં કોરોના વેક્સિનેશન સંબંધિત તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું, 'દિલ્હીમાં કોરોનાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. ચેપ દર 1 ટકા કરતા પણ ઓછો થઈ ગયો છે. રિકવરી દરમાં પણ સુધારો થયો છે. દિલ્હી સરકારે દિલ્હીના લોકોને રસી પૂરી પાડવા માટેની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.

આ લોકોને અપાશે પ્રથમ વેક્સિન

આ લોકોને અપાશે પ્રથમ વેક્સિન

ઉલ્લેખનિય છેકે કોરોના વાયરસ સામે રસીકરણની તૈયારીની સમીક્ષા કરવા માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આજે આરોગ્ય પ્રધાન અને આરોગ્ય સચિવની બેઠક યોજી હતી. બેઠક બાદ સીએમ કેજરીવાલે કહ્યું કે રસી બાદ હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કર્મચારીઓ સહિત આશરે 51 લાખ લોકો છે જેમને પહેલા રસીનો ડોઝ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે જેમની ઉમર 50 વર્ષથી ઓછી છે અને જેમની સહ-રોગ છે (પહેલેથી જ ગંભીર બીમારી છે) તેઓને પહેલા કોરોના રસી આપવામાં આવશે.

દિલ્હીને પ્રથમ તબક્કામાં 1.02 કરોડ ડોઝની જરૂર

દિલ્હીને પ્રથમ તબક્કામાં 1.02 કરોડ ડોઝની જરૂર

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું, 'અમને દિલ્હીમાં રસીકરણના પ્રથમ તબક્કા માટે કોવિડ -19 રસીના 1.02 કરોડ ડોઝની જરૂર પડશે કારણ કે દરેક વ્યક્તિને બે ડોઝ આપવાના હોય છે. હાલમાં અમારી પાસે 74 લાખ ડોઝ એકત્રિત કરવાની ક્ષમતા છે જે એક અઠવાડિયામાં વધારીને 1.15 કરોડ કરવામાં આવશે. દિલ્હી સરકારે કેન્દ્રની અગ્રતા સૂચિ મુજબ લાભાર્થીઓની ઓળખ કરી છે. સીએમએ કહ્યું કે કોરોના રસી લેનારા લોકોની નોંધણી કરવામાં આવી રહી છે. તેઓને એસએમએસ દ્વારા કહેવામાં આવશે કે રસીકરણ માટે ક્યાં પહોંચવું છે.

આ પણ વાંચો: લાપરવાહી!! યુકેથી આવેલા 5 કોરોના સંક્રમિત લાપતા, આંધ્ર પ્રદેશથી પકડાઈ એક મહિલા

English summary
Preparations are underway to vaccinate the people of Delhi, announces Arvind Kejriwal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X