જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ, રાષ્ટ્રપતિની મંજૂરી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મુ કાશ્મીરમાં તાત્કાલિક અસરથી રાજ્યપાલ શાસન લગાવવાની મંજૂરી આપી દીધી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મુ કાશ્મીરમાં તાત્કાલિક અસરથી રાજ્યપાલ શાસન લગાવવાની મંજૂરી આપી દીધી છે. આ પહેલા મંગળવારે ભારતીય જનતા પક્ષે પીડીપીને આપેલુ સમર્થન પાછુ ખેંચી લીધુ હતુ. ત્યારબાદ રાજ્યપાલ નરિન્દર નાથ વોહરાએ રાષ્ટ્રપતિને પોતાનો રિપોર્ટ મોકલ્યો હતો જેમાં તેમણે સંવિધાનના અનુચ્છેદ 92 હેઠળ રાજ્યપાલ શાસન લગાવવાની ભલામણ કરી હતી. જેને રાષ્ટ્રપતિએ સ્વીકાર કરીને તાત્કાલિક અસરથી રાજ્યપાલ શાસન લગાવવવાની અનુમતિ આપી દીધી છે.

ગઠબંધનનો મૂળભૂત લક્ષ્ય પૂરો નથી થઈ રહ્યો
આ પહેલા ભારતીય જનતા પક્ષના પીપલ્સ ડેમોક્રેટિક ફ્રંટે સમર્થન પાછુ ખેંચ્યા બાદ મહેબૂબા મુફ્તીએ કહ્યુ હતુ કે આ ગઠબંધનનો મૂળભૂત લક્ષ્ય પૂરો નથી થઈ રહ્યો. જમ્મુ કાશ્મીરના લોકોને ભેગા નહોતા કરી શકાતા અને તેમની સાથે વાતચીત નહોતી થઈ રહી. વળી, પાકિસ્તાન સાથેના સંબંધો સુદ્દઢ કરવા અને વિશ્વાસ વધારવામાં પણ સફળતા નહોતી મળતી. અહીં જોવાની વાત એ છે કે ભાજપનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અમિત શાહે જમ્મુ કાશ્મીરના કેબિનેટ મંત્રીઓ સાથે બેઠક કરી હતી.

પક્ષ પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો
ભારતીય જનતા પક્ષે પીડીપીને આપેલુ સમર્થન પાછુ લેવા માટે ગયા વર્ષોમાં જમ્મુ કાશ્મીરમાં વધતો આતંકવાદ, હિંસા અને કટ્ટરતાને ગણાવ્યુ છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે માડિયાને સંબોધિત કરતા કહ્યુ હતુ કે પક્ષ પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો એટલા માટે અમારે પીડીપીને આપેલુ સમર્થન પાછુ ખેંચવુ પડ્યુ.

ચોથી વાર રાજ્યપાલ શાસન
તમને જણાવી દઈએ કે ભાજપ અને પીડીપીએ 2015 માં ગઠબંધનની સરકાર બનાવી હતી. ભાજપને કુલ 25 સીટો પર જીત મળી હતી જ્યારે પીડીપીને 28 સીટો મળી હતી. છેલ્લા 10 વર્ષોમાં જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગ્યુ હોય તેવુ આ ચોથી વાર બન્યુ છે.












Click it and Unblock the Notifications
