For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિ-પીએમે દેશવાસીઓને પાઠવી વસંત પંચમીની શુભકામના, ભક્તોએ લગાવી આસ્થાની ડૂબકી

વસંત પંચમીએ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત તમામ હસ્તીઓએ દેશવાસીઓને શુભકામના આપી છે.

|
Google Oneindia Gujarati News

Basant Panchami 2021: People took holy dip in Ganga, President-Pm Greet the Nation: આજે આખો દેશ વસંત પંચમીનો પવિત્ર પર્વ મનાવી રહ્યો છે. પ્રયાગરાજ, કાશી અને હરિદ્વારમાં લોકોએ આ શુભ અવસર પર ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવી છે. વળી, આ પ્રસંગે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત તમામ હસ્તીઓએ દેશવાસીઓને શુભકામના આપી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કર્યુ છે કે વસંત પંચમી અને સરસ્વતી પૂજાના શુભ પ્રસંગે બધા દેશવાસીઓને હાર્દિક શુભકામાઓ. વળી, પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યુ છે કે વસંત પંચમી અને સરસ્વતી પૂજાના પવિત્ર પ્રસંગે તમને સૌને હાર્દિક શુભકામનાઓ.

sangam

તમને જણાવી દઈએ કે વસંત પંચમીનો દિવસ કલા અને સંગીતની દેવી મા સરસ્વતીને સમર્પિત છે. કહેવાય છે કે જ્યાં સુધી વ્યક્તિને મા સરસ્વતીના આશીષ ન મળે ત્યાં સુધી તે પ્રગતિના પંથે આગળ વધી શકે નહિ. માટે વસંત પંચમીના દિવસે લોકો પોતાના ઘરોમાં માતાની પ્રતિમાની પૂજા-અર્ચના કરે છે. આ પર્વને મુખ્ય રીતે વસંત એટલે કે નવા પાક પર ફૂલો આવવાના દિવસ તરીકે મનાવવામાં આવે છે. વસંત પંચમીના શ્રી પંચમી કહેવામાં આવે છે. વળી, આજે કૌમુદી ઉત્સવ પણ મનાવવામાં આવે છે.

કેવી રીતે કરશો સરસ્વતી પૂજા

પ્રાતઃ કાળ સ્નાનાદિથી નિવૃત્ત થઈને સાફ-સ્વચ્છ વસ્ત્ર પહેરીને પૂજા સ્થળમાં બેસો. એક પાટલા પર શ્વેત વસ્ત્ર પાથરીને દેવી સરસ્વતીનુ ચિત્ર કે મૂર્તિ સ્થાપિત કરીને પૂજન સંપન્ન કરો. દેવીને સફેદ અને વાદળી ફૂલો અર્પણ કરો. ખીરનુ નૈવેધ ધરાવો. ત્યારબાદ બધાએ સરસ્વતી વંદના કરવી જોઈએ કારણકે આનાથી વ્યક્તિના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ આવે છે.

આ મંત્રોનો કરો જાપ

  • ॐ श्री सरस्वती शुक्लवर्णां सस्मितां सुमनोहराम्।।
  • कोटिचंद्रप्रभामुष्टपुष्टश्रीयुक्तविग्रहाम्।
  • वह्निशुद्धां शुकाधानां वीणापुस्तकमधारिणीम्।।
  • रत्नसारेन्द्रनिर्माणनवभूषणभूषिताम्। सुपूजितां सुरगणैब्रह्मविष्णुशिवादिभि:।।
  • वन्दे भक्तया वन्दिता च मुनीन्द्रमनुमानवै:।

દેશમાં કોરોનાના 9121 નવા દર્દી, 87 લાખથી વધુ લોકોને મૂકી રસીદેશમાં કોરોનાના 9121 નવા દર્દી, 87 લાખથી વધુ લોકોને મૂકી રસી

English summary
President Ram Nath Kovind and PM Modi greet the nation on the occassion of Vasant Panchami.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X