For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોહડી, મકરસંક્રાતિ પર દેશવાસીઓને આપી શુભકામના

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોહડીના પર્વ પર દેશવાસીઓને હાર્દિક શુભકામના આપી છે.

|
Google Oneindia Gujarati News

Greetings & best wishes to fellow citizens on Lohri, Makar Sankranti, Pongal, Bhogali Bihu, Uttarayan and Paush Parva says President Ramnath Kovind: નવી દિલ્લીઃ આજે 'લોહડી'નો પર્વ પર સમગ્ર ભારતમાં હર્ષોલ્લાસથી મનાવવામાં આવી રહ્યો છે, આ ખાસ પર્વ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને હાર્દિક શુભકામના આપી છે. તેમણે આ સાથે જ મકર સંક્રાતિ, પોંગલ, ભોગલી બીહુ, ઉત્તરાયણ અને પોષ પર્વના તહેવાર પર બધા દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. પોતાના શુભેચ્છા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યુ કે આ બધા પર્વો ખેડૂતોના વધુ પરિશ્રમ અને ઉદ્યમને સમ્માન આપનારા છે. તહેવાર તો એક જ છે પરંતુ તેના સ્વરુપ અલગ-અલગ છે. ખેડૂતોનુ દેશના વિકાસમાં મહત્વનુ યોગદાન છે. ખેડૂતોની મહેનતના કારણે આપણે બધા આ પર્વ મનાવી શકીએ છે.

Ramnath Kovind

આ તહેવારોના માધ્યમથી લોકોમાં પરસ્પર શાંતિ અને એકતાની ભાવના અને મજબૂત થવા તેમજ દેશમાં સમૃદ્ધિ-ખુશી વધવાન કામના કરીને રાષ્ટ્રપતિએ કહ્યુ કે બધા ભારતવાસી ખુશ અને સ્વસ્થ રહે, આ મારી ઈશ્વરને પ્રાર્થના છે. તમને જણાવી દઈએ કે ઉત્તર ભારતના લોકો કાલે મકર સંક્રાતિ મનાવશે જ્યારે દક્ષિણ ભારત પોંગલની તૈયારી કરી રહ્યુ છે. વળી, પંજાબમાં લોકો લોહડી મનાવી રહ્યા છે.

સૂર્યને અન્ન-ધનના ભગવાન માનીને ચાર દિવસ સુધી ઉત્સવ મનાવવામાં આવે છે. આ ત્રણેને પાકના તહેવાર કહેવામાં આવે છે. ઉત્તર ભારતમાં મકર સંક્રાતિ મનાવવામાં આવે છે જેનુ મહત્વ સૂર્યના મકર રેખાની તરફ પ્રસ્થાન કરવા અંગે છે. જ્યારે દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં પોંગલ દ્વારા સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવાનુ સ્વાગત કરવામાં આવે છે. એટલે કે ભાવ એક જ છે. તમિલનાડુમાં સૂર્યને અન્ન-ધનના ભગવાન માનીને ચાર દિવસ સુધી ઉત્સવ મનાવવામાં આવે છે. આ તહેવારનુ નામ પોંગલ એટલા માટે છે કારણકે આ દિવસે સૂર્ય દેવને જે પ્રસાદ અર્પિત કરવામાં આવે છે તે પોંગલ કહેવાય છે. તમિલ ભાષામાં પોંગલનો એક અન્ય અર્થ નીકળે છે સારી રીતે ઉકળવુ. તમિલ લોકો તેને પોતાનુ ન્યૂ યર માને છે.

આ તહેવારો કૃષિ તેમજ પાક સાથે સંબંધિત દેવતાઓને સમર્પિત છે. વળી, લોહડીમાં પણ આ જ થાય છે. આ દિવસે પાક લણવામાં આવે છે અને માટે ખેડૂતો આગની ચારે તરફ પ્રદક્ષિણા કરીને નાચ-ગાન કરીને ખુશી મનાવે છે. અસમમાં માઘમાં બીહુ તહેવાર મનાવવામાં આવે છે. આ તહેવાર પણ મકર સંક્રાંતિની જેમ જ છે. બીહુ શબ્દ દિમાસા લોકોની ભાષામાંથી છે. બીનો અર્થ છે પૂછવુ અને હુનો અર્થ આપવાનો થાય છે. આ પર્વ પણ પાક થવાની ખુશીમાં મનાવવામાં આવે છે. આ પર્વનુ આખુ નામ ભોગલી બીહુ છે. તેને ભોગાલી એટલા માટે કહેવામાં આવે છે કારણકે તેમાં ભોગનુ મહત્વ છે.

English summary
President Ramnath Kovind greetings & best wishes to fellow citizens on Lohri, Makar Sankranti, Pongal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X