For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

30 નવેમ્બરે ખેલ પુરસ્કાર અપાશે, રાષ્ટ્રપતિ 25 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરશે!

ભારત સરકારે ખેલ પુરસ્કારોની જાહેરાત કરી દીધી છે. રમત ગમત મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 30 નવેમ્બરે રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો એનાયત કરશે.

By Desk
|
Google Oneindia Gujarati News

ભારત સરકારે ખેલ પુરસ્કારોની જાહેરાત કરી દીધી છે. રમત ગમત મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 30 નવેમ્બરે રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો એનાયત કરશે.

Draupadi Murmu

ભારત સરકારના રમત ગમત મંત્રાલય તરફથી આવવામાં આવેલી વિગતો અનુસાર, આ વર્ષે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ શરથ કમલ અચંતને આપવામાં આવશે. આ ઉપરાંત 25 ખેલાડીઓને રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અર્જુન એવોર્ડ અપાશે. તમામ પુરસ્કાર વિજેતાઓને 30 નવેમ્બરે સાંજે 4 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે વિશેષ રીતે આયોજિત સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ સન્માનિત કરશે.

પુરસ્કાર વિજેતા ખેલાડીઓની વાત કરીએ તો, ટેબલ ટેનિસના સ્ટાર ખેલાડી અચંત શરથ કમલને દેશનું સર્વોચ્ચ રમત સન્માન મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. અચંત શરથ કમલ ટેબલ ટેનિસમાં એક મોટું નામ છે અને તેણે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જે ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળશે તેમાં એચએસ પ્રણય અને લક્ષ્ય સેન, એલ્ડોસ પોલ, અવિનાશ સાબલે, બોક્સર નિખત ઝરીન જેવા સ્ટાર્સના નામ સામેલ છે. આ સિવાય દ્રોણાચાર્ય એવોર્ડ માટે સાત કોચની પસંદગી કરવામાં આવી છે.

English summary
President to felicitate 25 sportspersons with Arjuna Award!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X