Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભાઇએ કરી યુવતીઓ પર ટિપ્પણી, રાષ્ટ્રપતિની પુત્રીએ માંગી માફી

sharmishta
નવી દિલ્હી, 27 ડિસેમ્બર: ગેંગરેપની સામે પ્રદર્શન કરી રહેલી મહિલાઓ પર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અને જાંગીપૂરથી કોંગ્રેસના સાંસદ અભિજીત મુખર્જીના વિવાદાસ્પદ ટીપ્પણી પર તેમની બહેન શર્મિષ્ઠાએ માફી માગી લીધી છે. અભિજીતે મહિલાઓ પર ટિપ્પણી કરી હતી કે દરેક બાબત પર કેન્ડલ માર્ચ કરવાની ફેશન ચાલી પડી છે. અભિજીતે જણાવ્યું કે યુવતીઓ દિવસમાં સજી-ધજીને કેન્ડલ માર્ચ નીકાળે છે અને રાત્રે ડિસ્કો જાય છે.

અભિજીતની બહેન શર્મિષ્ઠા મુખર્જીએ તેમના આ નિવેદનની નિંદા કરતા જણાવ્યું કે તેઓ તેમના ભાઇના નિવેદન સાથે સહમત નથી, અને તે પોતે આ નિવેદનથી હેરાન છે. શર્મિષ્ઠાએ જણાવ્યું કે જો મારા ભાઇએ આવા પ્રકારનું નિવેદન આપ્યું હોય તો હું તેમની તરફથી બધાની માફી માગું છું. જ્યારે આ અંગે અભિજીત સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે મારા નિવેદનને સંદર્ભથી હટીને લેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે હું મારા શબ્દોને પાછા લઉ છું, મને ન્હોતી ખબર કે આના કારણે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચશે.

શર્મિષ્ઠાએ જણાવ્યું કે હું નથી જાણતી કે અભિજીતે કયા સંદર્ભમાં આ ટિપ્પણી કરી છે. પરંતુ આ ખુબ જ બેજવાબદારી ભર્યું છે. તેમણે જણાવ્યું કે હું ના કહી શકું કે તેમના પિતાને આ નિવેદનથી શું લાગે છે. પરંતુ મને પણ લાગે છે કે તેઓ પણ આ નિવેદન સાથે અસહમત હશે.

સમાજસેવી રંજના કુમારીએ જણાવ્યું કે આ નિવેદન ખુબ જ બેજવાબદારીભર્યું છે. મહિલાઓ અંગે આટલુ ખરાબ નિવેદન કરવું તેમને બિલકુલ સાજતુ નથી. લાગે છે કે કોઇ પાનના ગલ્લા પર ઉભેલો કોઇ વ્યક્તિ આ નિવેદન કરી રહ્યો હોય. તેઓ રાષ્ટ્રપતિના પુત્ર છે અને જનપ્રતિધિ પણ છે તેમના માટે તો આ વધું આપત્તિજનક હોવું જોઇએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X