For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓરૈયા મૂજર અકસ્માત પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કરી કહ્યુ , ઝડપથી બચાવ કાર્ય ચાલી રહ્યુ

ઓરૈયા દૂર્ઘટના અંગે પીએમ મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યુ છે. સાથે જ કહ્યુ કે પીડિત પરિવારની દરેક સંભવ મદદ કરવામાં આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના મહામારીના કહેર વચ્ચે મજૂરોની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. શનિવારની સવારે વધુ એક દુઃખદ સમાચાર આવ્યા. ઉત્તર પ્રદેશના ઓરૈયામાં થયેલા એક રોડ અકસ્માતમાં 24 લોકોના મોત થઈ ગયા જ્યારે 15 લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. ઘટના બાદ મોટાપાયે રાહત અને બચાવ કાર્ય ચલાવવામાં આવી રહ્યુ છે. ઘટના અંગે પીએમ મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યુ છે. સાથે જ કહ્યુ કે પીડિત પરિવારની દરેક સંભવ મદદ કરવામાં આવી રહી છે.

PM Modi

પીએમ મોદીએ ટવિટ કરીને લખ્યુ કે ઉત્તર પ્રદેશના ઓરૈયામાં માર્ગ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. સરકાર રાહત કાર્યમાં તત્પરતાથી જોડાયેલી છે. આ દૂર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે પોતાની સંવેદના પ્રગટ કરુ છુ. સાથે જ ઘાયલોના જલ્દીમાં જલ્દી સ્વસ્થ થવાની કામના કરુ છુ. આ બાબતે સીએમ યોગી આદિત્યનાથે પણ દુઃખ વ્યક્ત કર્યુ છે. સાથે બેદરકારી વર્તવા પર ઓરૈયાના બે પોલિસ સ્ટેશન અધ્યક્ષોને પણ સસ્પેન્ડ કરી દીધા. ઉત્તર પ્રદેશ સરકારે મૃતકોના પરિજનો માટે બે-બે લાખ વળતરની ઘોષણા કરી છે.

તમને જણાવી દઈએ કે સરકારે ત્રીજા તબક્કાના લૉકડાઉનમાં છૂટ આપી હતી. ત્યારબાદ બીજા રાજ્યોમાં ફસાયેલા મજૂરો પોતાના ઘરે પાછા આવવા લાગ્યા. શનિવારે સવારે લગભગ 81 મજૂરોને લઈને ડીસીએમ ફરીદાબાદથી ગોરખપુર જઈ રહી હતી. ત્યારે ઉત્તર પ્રદેશના ઓરૈયામાં ડીસીએમ દૂર્ઘટનાનો શિકાર થઈ ગયા. આ ઘટનામાં 24 લોકોના મોત થઈ ગયા જ્યારે 15 લોકો ઘાયલ જણાવાઈ રહ્યા છે. ઘાયલોને ઈલાજ માટે ઓરૈયાની હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે.

નાણામંત્રીની ઘોષણાઓ પર કોંગ્રેસઃ 13 શૂન્ય સમાન છે આર્થિક પેકેજનાણામંત્રીની ઘોષણાઓ પર કોંગ્રેસઃ 13 શૂન્ય સમાન છે આર્થિક પેકેજ

English summary
Prime Minister Modi expresses grief over Auraiya road accident
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X