For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશભરમાં જનતા કર્ફ્યુ, પીએમ મોદીએ વીડિયો શેર કરીને લોકોને કરી અપીલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના અધિકૃતટ્વિટર હેન્ડલ અકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને લોકોને અપીલ કરી છે.

|
Google Oneindia Gujarati News

ભારત સહિત આખી દુનિયા કોરોના વાયરસના સતત વધતા જોખમથી પરેશાન છે. વાયરસ સામે લડવા માટે ભારત સરકારે ઘણા કડક પગલાં લીધા છે. આને જોતા ભારતમાં રવિવારે સવારે 7 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. આ માટે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના અધિકૃતટ્વિટર હેન્ડલ અકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને લોકોને અપીલ કરી છે. આમાં તેમણે દેશવાસીઓને જનતા કર્ફ્યુનો હિસ્સો બની કોરોના સામે લડાઈને સફળ બનાવવા કહ્યુ છે.

pm

પ્રધાનમંત્રીએ કહ્યુ છે, 'હું આજે પ્રત્યેક દેશવાસી પાસે વધુ એક સમર્થન માંગી રહ્યો છુ. આ છે જનતા કર્ફ્યુ એટલે કે જનતા માટે, જનતા દ્વારા ખુદ પર લગાવવામાં આવેલ કર્ફ્યુ. આ રવિવારે 22 માર્ચના રોજ સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી બધા દેશવાસીઓને જનતા કર્ફ્યુનુ પાલન કરવાનુ છે. આ દરમિયાન કોઈ પણ નાગરિક ઘરમાંથી બહાર ન નીકળે, ના રસ્તા પર જાય, ના મોહલ્લામાં.. ના સોસાયટીમા ભેગા થાય. માત્ર પોતાના ઘરમાં જ રહે.'

તેમણે આગળ કહ્યુ, 'હા...જે જરૂરી સેવાઓ સાથે જોડાયેલા છે, તેમણે જવુ જ પડશે કારણકે તેમની બહુ મોટી ફરજ છે... પરંતુ એક નાગરિક હોવાના નાતે, ના આપણે જઈએ અને ના જોવા માટે જઈએ. સાથીઓ 22 માર્ચે આપણો આ પ્રયાસ, આપણો આત્મસંયમ, દેશહિતમાં કર્તવ્ય પાલનનુ એક મજબૂત પ્રતીક હશે. 22 માર્ચે જનતા કર્ફ્યુની સફળતા, આના અનુભવ, આવનારા પડકારો માટે તૈયાર કરશે. હું દેશની બધી રાજ્ય સરકારોને આગ્રહ કરીશકે તે જનતા કર્ફ્યુનુ પાલન કરાવવાનુ નેતૃત્વ કરશે.'

તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં વાયરસના કારણે 12000થી વધુ લોકોના મોત થઈ ગયા છે. વળી, સંક્રમિત લોકોની સંખ્યા 275,944નો આંકડો પાર કરી ચૂકી છે. ભારતની વાત કરીએ તો અહીં પણ સંક્રમિત કેસોની સંખ્યા 315 થઈ ગઈ છે. જ્યારે આ મહામારીથી 4 લોકો મોતના શિકાર પણ થયા છે. હાલમાં કેન્દ્ર સરકાર સાથે સાથે રાજ્ય સરકારો પણ વાયરસના ખાતમાં માટે પોતાના તરફથી પૂરી કોશિશ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ ICMRએ ખાનગી લેબને કોરોના વાયરસની તપાસની આપી મંજૂરી, જાણો કેટલા રૂપિયામાં થશે ટેસ્ટઆ પણ વાંચોઃ ICMRએ ખાનગી લેબને કોરોના વાયરસની તપાસની આપી મંજૂરી, જાણો કેટલા રૂપિયામાં થશે ટેસ્ટ

English summary
prime minister narendra modi appeal to people after nationwide janta curfew begins coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X