મોદી: હવે તેમને બાબા સાહેબ નહીં ભોલે બાબા યાદ આવે છે.

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીમાં ડૉ. બીઆર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું ઉદ્ધાટન કર્યું હતું. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર નિર્માણમાં બાબા સાહેબ ડૉ. આંબેડકરનું કેટલું મહત્વપૂર્ણ યોગદાન છે તે અંગે વાત કરી હતી. પીએમ મોદીએ રાહુલનું નામ ના લીધા વગર આ પ્રસંગે કહ્યું હતું કે આજકાલ તેમને બાબા સાહેબથી વધુ ભોલે બાબા યાદ આવે છે. પીએમ મોદીએ કહ્યું કે 1992માં આ સેન્ટરનો પાયો નાંખવામાં આવ્યો હતો. પણ અમારી સરકારે આ કામ પૂર્ણ કર્યું. જે રાજનૈતિક દળ બાબા સાહેબના નામે વોટ માંગી રહ્યા છે...ખેર છોડો..આજ કાલ તેમને બાબા સાહેબના બદલે ભોલે બાબાની યાદ વધુ આવે છે.

Narendra Modi

વધુમાં કોંગ્રેસ પર હુમલો કરતા પીએમ મોદીએ કહ્યું કે બાબા સાહેબના યોગદાનને ભૂલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પણ તે પ્રયાસ સફળ ના રહ્યો. અમારો એક જ વિચાર છે કે વધુમાં વધુ લોકો બાબા સાહેબ સુધી પોતાનો વિચાર પહોંચાડવો. સાથે જ તેમણે કહ્યું કે મિશન ઇન્દ્રધનુષ માટે ટાઇમ લિમિટ 2 વર્ષ ઓછી કરી નાંખવામાં આવી છે. અત્યાર સુધીમાં 2.5 કરોડથી વધુ બાળકો અને 70 લાખ મહિલાઓએ ટીકાકરણ કરાવ્યું છે. આમ કહીને તેમણે કહ્યું કે અમારી સરકાર, સરકારી યોજનાઓમાં થિ રહેલી વારને અપરાધિક લાપરવાહી માને છે. આમ બીજા શબ્દોમાં તેમણે કોંગ્રેસ દ્વારા આ સેન્ટર બનાવવામાં થયેલી વાર પર કોંગ્રેસને તંજ કસ્યો હતો.

English summary
Prime Minister Narendra Modi inaugurates Dr. Ambedkar International Centre in Delhi.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.