For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ ઈન્ડિયન સ્પેસ એસોસિએશનનો કર્યો શુભારંભ, બતાવ્યા ચાર ઉદ્દેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે ઈન્ડિયન સ્પેસ એસોસિએશનની શરૂઆત કરી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે ઈન્ડિયન સ્પેસ એસોસિએશનની શરૂઆત કરી. વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા પીએમ મોદીએ ભારતીય અંતરિક્ષ સંઘ(ISpA)નો શુભારંભ કરીને સ્પેસ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરી. આ દરમિયાન પીએમે કહ્યુ કે ભારતમાં સ્પેસ સેક્ટર અને સ્પેસ ટેકનોલૉજીને લઈને મોટા ફેરફાર થઈ રહ્યા છે. ઈન્ડિયન સ્પેસ એસોસિએશન આ ફેરફારોની એક કડી છે.

pm modi

પીએમ મોદીએ લૉન્ચ ઑફ ઈન્ડિયન સ્પેસ એસોસિએશન કાર્યક્રમને સંબોધિત કરીને જણાવ્યુ કે ISpA સ્પેસ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધિત મામલે સિંગલ વિંડો અને સ્વતંત્ર એજન્સી તરીકે કામ કરશે. આ સાથે પીએમ મોદીએ કહ્યુ કે જ્યારે આપણે સ્પેસ રિફૉર્મની વાત કરીએ છીએ ત્યારે આપણો અપ્રોચ 4 સ્તંભો પર આધારિત હોય છે. પ્રાઈવેટ સેક્ટરને ઈનોવેશનની આઝાદી, સરકારની સંબલ તરીકે ભૂમિકા, ભવિષ્ય માટે યુવાનોને તૈયાર કરવા અને સ્પેસ સેક્ટરને સામાન્ય માનવીની પ્રગતિના સંશાધન તરીકે જોવા.

આ સાથે પીએમ મોદીએ કહ્યુ કે આત્મનિર્ભર ભારત અભિયાન માત્ર એક વિઝન નથી પરંતુ એક સુવિચારિત, સુનિયોજિત એકીકૃત આર્થિક રણનીતિ પણ છે. એક એવી રણનીતિ જે ભારતના ઉદ્યમીઓ, ભારતના યુવાનોના કૌશલની ક્ષમતાઓને વધારીને, ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરીંગ પાવર હાઉસ બનાવે. તેમણે કહ્યુ કે આપણે જોયુ છે કે 20મી સદીમાં સ્પેસ અને સ્પેસ પર રાજ કરવાની પ્રવૃત્તિએ દુનિયાના દેશોને કઈ રીતે વિભાજિત કર્યા. હવે 21મી સદીમાં સ્પેસ, દુનિયાને જોડવામાં, યુનાઈટ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે, તે ભારતે સુનિશ્ચિત કરવાનુ રહેશે.

આ પહેલા પીએમ મોદીએ કાર્યક્રમને સંબોધિત કરીનેકહ્યુ હતુ કે આજે જેટલી નિર્ણાયક સરકાર ભારતમાં છે, એટલી પહેલા ક્યારેય નથી રહી. સ્પેસ ક્ષેત્ર અને સ્પેસ ટેકનિકને લઈને આજે ભારતમાં જે રિફૉર્મ થઈ રહ્યા છે, તે આની કડી છે. હું ઈન્ડિયન સ્પેસ એસોસિએશનની રચના માટે અભિનંદન અને શુભકામનાઓ આપુ છુ.

English summary
Prime Minister Narendra Modi launches Indian Space Association
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X