વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા વર્ષે ફરી આપશે "રાષ્ટ્રના નામે સંદેશ"

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી રાષ્ટ્રના નામે એક સંદેશો આપે તેવી સંભાવના છે. માનવામાં આવે છે કે પીએમનો રાષ્ટ્રની નામે સંદેશ નોટબંધીના 50 દિવસોના પૂર્ણ થવા પર આપશે. સંભાવના છે કે 30 કે 31 ડિસેમ્બરે પીએમ મોદી આ સંદેશ આપી શકે છે. ટીવી રિપોર્ટ્સ મુજબ પીએમ મોદી નવ વર્ષની પૂર્વ સંધ્યાએ આ સંદેશો આપશે.

modi

નોંધનીય છે કે 8 નવેમ્બરના રોજ પીએમ મોદીએ રાષ્ટ્રના નામે સંદેશ આપ્યો હતો. જે મુજબ 500 અને 1000 રૂપિયાની નોટને વિમુદ્રિત કરવામાં આવી હતી. જેના કારણે સમગ્ર દેશમાં આશ્ચર્યચકિત થઇ ગયો હતો. માનવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રના નામે મોદીની આ નવી ધોષણામાં અનેક નવી જાહેરાતો હશે.

નોંધનીય છે કે નોટબંધી બાદ અત્યારે પણ લોકોને છુટ્ટાની તંગીથી લઇને કેશની તંગી અનુભવાઇ રહી છે. વળી વિપક્ષ પણ નોટબંધીને લઇને કેન્દ્ર સરકાર પર આકારા પ્રહારો કરી રહ્યા છે. ત્યારે જોવાનું તે રહે છે કે નરેન્દ્ર મોદીની આ સંભવિત જાહેરાત આવનારા દિવસોમાં લોકોની મુશ્કેલીઓ ઓછી કરે છે કે વધારે છે.

English summary
Prime Minister Narendra Modi likely to address the nation before the dawn of New Year.વડાપ્રધાન
Please Wait while comments are loading...