સંસદીય દળની બેઠકમાં ભાવુક થયા પીએમ મોદી, જાણો નોટબંધી વિશે શું કહ્યુ

Subscribe to Oneindia News

નોટબંધીને કારણે ગરમાયેલુ રાજકારણ શમવાનું નામ લેતુ નથી. સંસદમાં આજે પણ હોબાળો થયો. આ ગતિરોધને કારણે વિપક્ષને વળતો જવાબ આપવા માટે મંગળવારે સંસદીય દળની બેઠક થઇ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોલાવેલી આ બેઠકમાં સંસદમાં પલટવાર માટે સરકારે ઘણી રણનીતિઓ બનાવી.

modi


ભાવુક થયા પીએમ મોદી

આ બેઠકમાં બોલતા પીએમ મોદી ભાવુક થઇ ગયા. પક્ષના સંસદોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે આપણી સરકાર ગરીબોની ભલાઇ માટે છે. 70 વર્ષોથી ગરીબો કાળાનાણાંથી પરેશાન છે. તેમણે કહ્યું કે આ નિર્ણય ગરીબ અને મધ્યમવર્ગના હિતમાં છે. કૃપા કરીને આ નિર્ણયને સર્જીકલ સ્ટ્રાઇક ના કહેશો. તેમણે જણાવ્યુ કે નોટબંધીને સર્જીકલ સ્ટ્રાઇક સાથે જોડવામાં ન આવે. આ નિર્ણય દેશહિત અને ગરીબો માટે લેવામાં આવ્યો છે.

jetly

સરકારનું ઐતિહાસિક પગલુ

વળી ભાજપની સંસદીય દળની બેઠકમાં જેટલીએ કહ્યું કે ગરીબી હટાવવા માટે નોટબંધી કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયનું સમર્થન આખા દેશે કર્યુ છે. તેમણે નોટબંધીને સરકારનું એક ઐતિહાસિક પગલુ ગણાવતા કહ્યુ કે આ નિર્ણય લેવા માટે બહુ હિંમત જોઇએ.

English summary
Prime Minister Narendra Modi met this morning with MPs from his party and in an emotional speech,
Please Wait while comments are loading...