For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે રાતે 8 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને કરશે સંબોધિત

દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના ખતરા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એકવાર ફરીથી રાતે 8 વાગે દેશને સંબોધિત કરશે.

|
Google Oneindia Gujarati News

દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના ખતરા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એકવાર ફરીથી રાતે 8 વાગે દેશને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બાબતે ટ્વિટ કરીને માહિતી આપી છે. પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને લખ્યુ, વૈશ્વિક મહામારી કોરોના વાયરસના વધતા પ્રકોપ અંગે અમુક મહત્વપૂર્ણ વાતો દેશવાસીઓ સાથે શેર કરીશ. આજે 24 માર્ચ, રાતે 8 વાગે દેશનો સંબોધિત કરીશ.

19 માર્ચે કર્યા હતા દેશને સંબોધિત

19 માર્ચે કર્યા હતા દેશને સંબોધિત

વાસ્તવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19 માર્ચે રાતે 8 વાગે દેશને સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ દેશવાસીઓને અપીલ કરી હતી કે તે પોતાના ઘરોમાં રહે અને બહાર ન નીકળે. પીએમ મોદીએ 22 માર્ચે લોકોને જનતા કર્ફ્યુ લગાવવાની પણ અપીલ કરી હતી. આખા દેશે જનતા કર્ફ્યુનુ સમર્થન કર્યુ અને પોતાના ઘરમાં જ રહ્યા પરંતુ સાંજે 5 વાગે જે રીતે દેશના અલગ અલગ ભાગોમાં લોકો ભેગા થઈને જે રીતે જૂલુસ કાઢી રહ્યા હતા તે બાદ પ્રધાનમંત્રીએ ફરીથી ટ્વિટ કરીને લોકોને અપીલ કરવી પડી હતી કે તે પોતાના ઘરમાં રહે.

લોકો નથી માની રહ્યા નિર્દેશ

લોકો નથી માની રહ્યા નિર્દેશ

જનતા કર્ફ્યુ બાદસતત લોકોની ભીડ રસ્તા પર દેખાઈ રહી છે. તમામ રાજ્ય સરકારો લૉકડાઉન લાગુ કરવાના દરેક સંભવ પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ તમામ કોશિશો છતાં લોકો ઘરમાંથી બહાર નીકળવાનુ બંધ નથી કરી રહ્યા. જેના કારણે પોરલિસને તેમની સામે કાર્યવાહી કરવી પડી રહી છે. એકલા ઉત્તર પ્રદેશમાં 500 લોકો સામે પોલિલે એફઆઈઆર કરી છે.

548 જિલ્લા લૉકડાઉન

548 જિલ્લા લૉકડાઉન

લોકોની અવરજવર રોકવા માટે ભારતીય રેલવેએ તમામ ટ્રેનોના સંચાલનને રદ કરી દીધુ છે. સાથે જ ઘરેલુ ઉડાનો પણ આજે રાતથી સંપૂર્ણપણે ઠપ્પ કરી દેવામાં આવશે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના સંક્રમણના કેસ રોજ વધી રહ્યા છે. દેશમાં કુલ 720 જિલ્લા છે આમાંથી 548 જિલ્લાઓને લૉકડાઉન કરી દેવામાં આવ્યા છે. આ સાથે પંજાબ, મહારાષ્ટ્ર, ચંદીગઢ, પુડુચેરી ઉપરાંત મધ્ય પ્રદેશના ભોપાલ અને જબલપુર જિલ્લામાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ શિવરાજે લીધી હતી અપરિણીત રહેવાની પ્રતિજ્ઞા, પછી કેવી રીતે મળી સાધના, વાંચો તેમની લવસ્ટોરીઆ પણ વાંચોઃ શિવરાજે લીધી હતી અપરિણીત રહેવાની પ્રતિજ્ઞા, પછી કેવી રીતે મળી સાધના, વાંચો તેમની લવસ્ટોરી

English summary
Prime Minister narendra Modi to address nation at 8 om on 24 march on menace of COVID-19.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X