હદ છે: ટાઇમ્સે તો ફિલિફ હ્યુઝના સ્થાને સચિનને આપી દીધી શ્રદ્ધાંજલિ!
મુંબઇ, 28 નવેમ્બર: આને સમાચાર આપવાની ઉતાવળ કહીએ કે બેજવાબદારી જે આજે હિન્દુસ્તાનના પ્રતિષ્ઠિત ન્યૂઝપેપર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ કર્યું છે. હવે આપ કહેશો કે આ અમે શું કહી રહ્યા છીએ તો સાંભળો ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ આજે પોતાના ન્યૂઝપેપરના સ્પોર્ટ પેજ પર ઓસ્ટ્રેલિયાઇ બેટ્સમેન ફિલિપ હ્યુઝના મોતના સમાચાર છાપ્યા છે. પોતાના પેપરમાં તેણે લોકોની સંવેદનાઓને પણ પ્રકાશિત કરી છે કે કેવી રીતે લોકોએ ટ્વિટર દ્વારા ઓસ્ટ્રેલિયાઇ બેટ્સમેન ફિલિફ હ્યુઝને પોતાની શ્રદ્ધાંજલિ આપી છે.

જોકે સચિને ફિલિપ હ્યૂઝને ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપતા ટ્વિટ કર્યું હતું- "Shocked to hear about Phil. Sad day for cricket. Deepest condolences to family, friends and well wishers. RIP #PhilipHughes,"
Shocked to hear about Phil. Sad day for cricket. Deepest condolences to family, friends and well wishers. RIP #PhilipHughes
— sachin tendulkar (@sachin_rt) November 27, 2014 પરંતુ તેને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ લખ્યું "Shocked to hear about Phil. Sad day for cricket. Deepest condolences to family, friends and well wishers. RIP Sachin Tendulkar," with "Sachin Tendulkar, Cricket Great" under it.
Biggest blunder of the century.... Times of India said RIP Sachin Tendulkar
#PhilHughes #MufflerMan pic.twitter.com/iiP9S5M6Or
— Anshul Singh (@aye_lallan) November 28, 2014 સ્વાભાવિક છે જ્યારે ટાઇમ્સે આટલી મોટી ભૂલ કરી હોય તો બબાલ તો મચવાની જ હતી. લોકોનો ગુસ્સો ટાઇમ્સ ઓફ ઇન્ડિયા પર ખરાબ રીતે ભડક્યો છે. લોકો ખાસ કરીને સચિનના ફેન્સે તો ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આ અંગે માફી માગવા ટ્વિટર પર જણાવ્યું છે. લોકોએ આને ટાઇમ્સના સૌથી મોટો ગુનો ગણાવ્યો છે. ફિલહાલ તો ટાઇમ્સ ઓફ ઇન્ડિયા તરફથી આ અંગે હજી કંઇ કહેવાયું નથી.












Click it and Unblock the Notifications
