For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકા ચોપડાને યુનિસેફમાંથી હટાવવાની પાકિસ્તાનની માંગ પર UNએ આપ્યો આ જવાબ

પ્રિયંકા ચોપડા વિશે પાકિસ્તાને યુનિસેફ હેડને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે પ્રિયંકાને યુનિસેફ ગુડવિલ એમ્બેસેડરના પદેથી હટાવવાની માંગ કરી હતી. જેનો યુએન પ્રવકતાએ જવાબ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા વિશે પાકિસ્તાને યુનિસેફ હેડને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે પ્રિયંકાને યુનિસેફ ગુડવિલ એમ્બેસેડરના પદેથી હટાવવાની માંગ કરી હતી. પાકિસ્તાન સરકાર તરફથી લખાયેલ પત્રનો યુએન પ્રવકતાએ જવાબ આપ્યો છે. તેમણે કહ્યુ, 'જ્યારે યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર પોતાની વ્યક્તિગત ક્ષમતામાં બોલે છે તો તેમને એ મુદ્દાઓ પર બોલવાનો અધિકાર હોય છે જે તેમના રસ કે પછી ચિંતા સાથે જોડાયેલ હોય છે.'

પ્રિયંકા ચોપડા વિશે યુએન પ્રવકતાએ જારી કર્યુ નિવેદન

પ્રિયંકા ચોપડા વિશે યુએન પ્રવકતાએ જારી કર્યુ નિવેદન

સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પાકિસ્તાનના માનવાધિકાર મંત્રી શિરીન માજરીએ યુનિસેફના હેડને એક પત્ર લખીને પ્રિયંકા ચોપડાને ગુડવિલ એમ્બેસેડરના પદેથી હટાવવાની માંગ કરી. શિરીને પોતાના પત્રમાં પ્રિયંકા પર યુદ્ધને પ્રોત્સાહન આપતુ ટ્વીટ કરવા અને ભારતની સેનાઓની કાર્યવાહીની પ્રશંસા કરવાનો આરોપ લગાવ્યો. ત્યારબાદ યુનિસેફના પ્રવકતાએ આ મુદ્દે પોતાનુ નિવેદન જારી કર્યુ. તેમણે કહ્યુ, ‘યુનિસેફના ગુડવિલ એમ્બેસેડરના વ્યક્તિગત વિચાર કે કાર્ય યુનિસેફને પ્રભાવિત નથી કરતા.'

‘યુનિસેફના ગુડવિલ એમ્બેસેડને વ્યક્તિગત રુચિ પર બોલવાનો અધિકાર'

‘યુનિસેફના ગુડવિલ એમ્બેસેડને વ્યક્તિગત રુચિ પર બોલવાનો અધિકાર'

યુનિસેફના પ્રવકતા સ્ટીફન ડુજારિકે કહ્યુ, ‘જ્યારે યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર્સ પોતાની વ્યક્તિગત ક્ષમતામાં બોલે છે, તો તે એ મુદ્દાઓ વિશે પોતાની વાત રાખવાનો અધિકાર ધરાવે છે જે તેમની રુચિ અને ચિંતા સાથે જોડાયેલા હોય છે. તેમના અંગત વિચાર અને એક્શન યુનિસેફને પ્રભાવિત નથી કરતા. જ્યારે તે યુનિસેફ તરફથી કોઈ વાત કહે છે ત્યારે અમે તેમની પાસે એ આશા રાખીએ છીએ કે તે યુનિસેફની નિષ્પક્ષ નીતિ પર અડગ રહે.'

આ પણ વાંચોઃ ‘બળાત્કારને ઈજ્જત લૂંટવી, નાક કપાવુ સમજવામાં આવે છે, આ કેવો કાયદો છે?': ભડકી ઋચા ચડ્ઢાઆ પણ વાંચોઃ ‘બળાત્કારને ઈજ્જત લૂંટવી, નાક કપાવુ સમજવામાં આવે છે, આ કેવો કાયદો છે?': ભડકી ઋચા ચડ્ઢા

યુએને પાકિસ્તાનને આપ્યો તગડો ઝટકો

યુએને પાકિસ્તાનને આપ્યો તગડો ઝટકો

પ્રિયંકા ચોપડા વિશે પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં બ્રીફિંગ દરમિયાન સ્ટીફન ડુજારિકે આ વાતો કહી. તેમણે યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર્સની ભૂમિકા વિશે જણાવતા કહ્યુ, ‘યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર એવા ખાસ લોકો હોય છે જે પોતાનો સમય અને પોતાના સાર્વજનિક પ્રોફાઈલ બાળકોના અધિકારોને પ્રમોટ કરવા માટે વૉલંટિયર કરે છે.' પ્રિયંકા ચોપડાના સમર્થનમાં બોલિવુડમાંથી ઘણા અવાજો ઉઠ્યા છે.

બોલિવુડે પણ કર્યુ પ્રિયંકાનું સમર્થન

બોલિવુડે પણ કર્યુ પ્રિયંકાનું સમર્થન

જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે કહ્યુ કે કાશ્મીર પર કેન્દ્ર સરકારના વર્તમાન નિર્ણયના સમર્થનમાં પ્રિયંકા ચોપડાએ ભારતીય નાગરિક હોવાના નાતે જે વિચાર રાખ્યા તે, ‘સ્પષ્ટ રીતે એક ભારતીય દ્રષ્ટિકોણથી તેમના અંગત વિચાર છે.' પાકિસ્તાનના એક મંત્રીએ પ્રિયંકાને શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રના ગુડવિલ એમ્બેસેડર તરીકે હટાવવાની માંગ કરી હતી. આ માંગ પર જાવેદ અખ્તરે ટિપ્પણી કરી હતી અને કહ્યુ હતુ કે, ‘જો પ્રિયંકાની ટિપ્પણીએ પાકિસ્તાનને નારાજ કર્યુ છે તો તે જે ઈચ્છે તે કરી શકે છે.' કંગના રનોત અને આયુષ્માન ખુરાનાએ પણ પ્રિયંકાનું સમર્થન કર્યુ છે.

એક વાર ફરીથી પાકિસ્તાનને ઝટકો

એક વાર ફરીથી પાકિસ્તાનને ઝટકો

તમને જણાવી દઈએ કે હાલમાં જ પ્રિયંકા ચોપડા અમેરિકામાં આયોજિત બ્યુટીકૉન ફેસ્ટીવલ લૉસ એન્જેલસ 2019 કાર્યક્રમમાં પહોંતી હતી. આ દરમિયાન પ્રિયંકાને એક પાકિસ્તાની મહિલા આયશા મલિકે તેમના ભારતીય સેનાના પક્ષમાં ટ્વીટ વિશે સવાલ કર્યા હતા. મલિકે પૂછ્યુ હતુ કે તમે યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર છો અને ભારતના પાકિસ્તાન સાથે ન્યુક્લિયર વૉરને પ્રોત્સાહન આપી રહી છો. એક પાકિસ્તાની હોવાના નાતે મારા જેવા કરોડો લોકો માટે આ દુઃખ પહોંચાડનારુ છે. આના જવાબમાં પ્રિયંકાએ કહ્યુ કે મારા પાકિસ્તાનના ઘણા બધા દોસ્ત છે. હું યુદ્ધના પક્ષમાં નથી પરંતુ હું દેશભક્ત છુ.

English summary
Priyanka Chopra Pakistan row: UN spokesperson said She retains right to speak in personal capacity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X