For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગંગાયાત્રામાં પ્રિયંકાએ પીએમ મોદી પર કર્યો કટાક્ષ - ગરીબ નહિ અમીર રાખે છે ચોકીદાર

કોંગ્રેસને અમીરોની પાર્ટી ગણાવીને હંમેશા નિશાન સાધનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને છેવટે તગડો જવાબ પ્રિયંકા ગાંધીએ આપી દીધો છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસને અમીરોની પાર્ટી ગણાવીને હંમેશા નિશાન સાધનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને છેવટે તગડો જવાબ પ્રિયંકા ગાંધીએ આપી દીધો છે. પોતાની પહેલી ચૂંટણી જળ યાત્રા પર ગંગામાં ઉતરેલા પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદીના ચોકીદાર અભિયાન પર કટાક્ષ કરતા કહ્યુ કે અમીર લોકો ચોકીદાર રાખે છે ગરીબ લોકો નથી રાખતા. પ્રિયંકાએ પોતાને ખેડૂતો સાથે જોડતા કહ્યુ કે આપણે ખેડૂત છીએ અને આપણે પોતાના ચોકીદાર છીએ. ખૂબ જ પ્રચંડ રીતે હુમલાવર બનેલા પ્રિયંકા ગાંધી ભારે ભીડ અને લોકોનો ઉત્સાહ જોઈને ખૂબ જોશીલા અંદાજમાં જોવા મળ્યા. યુવાનોમાં પ્રિયંકા સાથે સેલ્ફીનો એટલો વધુ ક્રેઝ રહ્યો કે હાઈ સિક્યોરિટી વચ્ચે પણ ધક્કામુક્કીનો સામનો લોકોને કરવો પડ્યો.

મજબૂર થઈને રાજકારણમાં આવી

મજબૂર થઈને રાજકારણમાં આવી

વળી, ગંગા જળ યાત્રા સાથે બનારસ તરફ આગળ વધી રહેલ પ્રિયંકા ગાંધી સતત પોતાના અંદાજમાં ઉગ્ર વલણ સાથે લોકોને ભાષણ આપી રહ્યા હતા. લોકોના ઘરે ઘરે પહોંચીને પોતાના જમીન સાથે જોડાયેલ નેતા તરીકે પ્રદર્શિત કરી રહેલ પ્રિયંકાનો રુતબો ગ્રામીણ વિસ્તારોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. સિરસા ગંગા ઘાટ પર બોટમાંથી ઉતરીને લગભગ 1 કિલોમીટર સુધી રોડ શો કર્યો અને આમાં એટલી ભીડ આવી ગઈ કે પ્રિયંકનો રોડ શો સુરક્ષા કારણોસર આગળ વધી શક્યો નહિ. જો કે પ્રિયંકાએ ત્યાં આયોજિત કાર્યક્રમ દરમિયાન પોતાના રાજકારણમાં આવવાના સવાલોનો ખૂબ સરસ જવાબ આપ્યો અને એક પરિપક્વ નેતા રૂપે જોવા મળ્યા. પ્રિયંકાએ કહ્યુ કે હાલમાં દેશનું બંધારણ જોખમમાં છે અને તે રાજકારણમાં મજબૂર થઈને આવ્યા છે. તે દેશના બંધારણને બચાવવા માટે રાજકારણમાં આવ્યા છે અને આ જ સમય છે કે તમે લોકો પણ ઘરોમાંથી બહાર નીકળો.

સમજી વિચારીને આપો મત

સમજી વિચારીને આપો મત

પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર હુમલો કરતા કહ્યુ કે પ્રધાનમંત્રી પોતાના નામની આગળ શું લગાવી રહ્યા છે તેનાથી કોઈ ફરક નથી પડતો પરંતુ મને લોકો કહી રહ્યા છે કે ચોકીદાર તો અમીરોના હોય છે અને આ સરકારમાં માત્ર આવા જ ગણ્યા ગાંઠ્યા લોકો માટે કામ કરવામાં આવે છે. સામાન્ય જનતાનો અવાજ દબાઈ ગયો છે પરંતુ હવે સમય આવી ગયો છે તમે તમારો મત સમજી વિચારીને આપજો.

ભીડ જોઈ ગદગદ થયા પ્રિયંકા ગાંધી

ભીડ જોઈ ગદગદ થયા પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ આજે સવારે સંગમ તટથી પોતાની યુપી જીત માટે ગંગા પૂજન અને હનુમાનજીની આરતી કરી જ્યારે જળ યાત્રા માટે બોટ પર પગ મૂક્યો ત્યારે દરેકને અંદાજ હતો કે તે કંઈક અલગ કરવા માટે પાણીમાં ઉતર્યા છે અને એ જ સંભાવનાઓને જીવંત કરી પ્રિયંકા ગાંધી કાર્યક્રમ આગળ વધાર્યો. ઠેર ઠેર હજારોની સંખ્યામાં લોકોની ભીડ ગંગા ઘાટ પર જમા થઈ. પ્રિયંકા પણ ભીડ જોઈને ગદગદ થઈ ગયા હતા. તેમણે પૂરા જોશ સાથે પોતાના શબ્દોના વાગ્બાણ છોડીને જનતાને સંબોધન કર્યુ. ખેતરોમાં કામ કરતી મહિલાઓ તેમજ પુરુષો પણ કામ છોડીને પ્રિયંકાને જોવા માટે ગંગા તટે પહોંચ્યા હતા.

ધાર્મિક ચૂંદડી ઓઢી પ્રિયંકાએ

ધાર્મિક ચૂંદડી ઓઢી પ્રિયંકાએ

પ્રિયંકા ગાંધીનો આ પ્રવાસ ભલે રાજકીય હોય પરંતુ આજે સવારે તે સંપૂર્ણપણે ધાર્મિક રંગે રંગાયેલા જોવા મળ્યા. હિંદુ રીતિ રિવાજથી ગંગા પૂજન તેમજ મંદિરોમાં પૂજાપાઠ સાથે માથે પાલવ લઈને એક ભારતીય નારીની જેમ તે જોવા મળ્યા. લોકોને તેમનો આ અંદાજ ખૂબ પસંદ આવ્યો. તેઓ સુપ્રસિદ્ધ શિવમંદિરમાં પણ માથુ ટેકવવા પહોંચ્યા.

સીતામઢીમાં રાત્રિપ્રવાસ

સીતામઢીમાં રાત્રિપ્રવાસ

જો કે આ દરમિયાન વધુ ભીડના કારણે ધક્કામુક્કી પણ થઈ પરંતુ ભારે સુરક્ષાના કારણે વાતાવરણ બગડ્યુ નહિ. હાલમાં સિરસામાં કાર્યક્રમ સમાપ્ત કરીને હવે પ્રિયંકા ધર્મ કેન્દ્ર સીતામઢી પહોંચશે જ્યાં તેમના રાત્રિ પ્રવાસનો પણ કાર્યક્રમ છે. દરેક જગ્યાએ પ્રિયંકા સ્થાનિક નેતાઓને મળવા સાથે ત્યાં આયોજિત જનસભાઓને પણ સંબોધિત કરી રહ્યા છે અને કોંગ્રેસ માટે ઘણા વર્ષો બાદ એક મોટો માહોલ તૈયાર કરવાનો સફળ પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ પ્રિયંકા ગાંધીએ માયાવતીને આપ્યો જવાબ-કોઈ કન્ફ્યુઝન નથી, અમારી લડાઈ ભાજપ સામેઆ પણ વાંચોઃ પ્રિયંકા ગાંધીએ માયાવતીને આપ્યો જવાબ-કોઈ કન્ફ્યુઝન નથી, અમારી લડાઈ ભાજપ સામે

English summary
priyanka gandhi attack on pm modi over chowkidar campaign
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X