For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકાનો મોદી પર પ્રહાર, કહ્યું- 'બંધ રૂમમાં મહિલાઓના ફોન સાંભળે છે'

|
Google Oneindia Gujarati News

રાયબરેલી, 23 એપ્રિલ: પ્રિયંકા ગાંધી વાઢેરાએ બુધવારે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે હવા-હવામાં મોટી મોટી વાતો કરવાને બદલે નક્કર વાતો કરે. તેમણે જણાવ્યું કે તેઓ વ્યક્તિગત પ્રહાર કરીને લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી રહ્યા છે.

પ્રિયંકા ગાંધી આજકાલ પોતાની માતા અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની સાથે ચૂંટણી પ્રચાર અભિયાનમાં છે. તેણે બુધવારે જણાવ્યું કે જનતા હવે એ નક્કી કરે કે તેમને કેવી રાજનીતિ જોઇએ. પ્રિયંકાએ જણાવ્યું કે જનતાએ પોતાના નેતાને સવાલ કરવા જોઇએ. તેમણે જણાવ્યું કે મોદી જનતાને કરેલા વચનો કેવી રીતે પૂરા કરશે એ જણાવે.

કોંગ્રેસની સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી વાઢેરાએ ભ્રષ્ટાચારના મુદ્દા પર વિપક્ષી પાર્ટીઓના દાવાઓને પોકળ બતાવતા જણાવ્યું કે તે બેઇમાની ખત્મ તો કરશે પરંતુ એ નથી કહેતા કે તેઓ એ કેવી રીતે કરશે. કોંગ્રેસે સૂચનાનો અધિકાર કાનૂન લાગુ કરીને બતાવ્યું છે કે તેઓ ભ્રષ્ટાચારને કેવી રીતે રોકશે.

પ્રિયંકાએ રાયબરેલીના ઉંચાહાર વિધાનસભા વિસ્તારના સિદ્ધૌરમાં આયોજિત સભામાં જણાવ્યું કે 'વિપક્ષી દળ ભ્રષ્ટાચાર હટાવવાની વાતો કરે પરંતુ એ નથી કહેતા કે તેઓ એ કેવી રીતે કરશે. કોંગ્રેસે સૂચનાનો અધિકાર કાનૂન લાગુ કરીને બતાવ્યું છે કે તેઓ ભ્રષ્ટાચારને કેવી રીતે રોકશે.'

પ્રિયંકાએ વિપક્ષી દળો અંગે જણાવ્યું કે 'આપની વચ્ચે લોકો પ્રચાર કરવા આવે છે, આપ તેમને પૂછો કે વિકાસ માટે તેઓ શું કરી રહ્યા છે. તેમણે આપના માટે શું કર્યું. લોકો આવે છે, ભાષણ આપે છે પરંતુ આપના માટે શું કરશે તે જણાવતા નથી.' પ્રિયંકાએ જણાવ્યું કે 'આ દેશની ચૂંટણી છે, આ એકતા માટેની ચૂંટણી છે, વિચાર કરીને વોટ કરવો. જ્યારે આપ મતદાન કરવા જાવ ત્યારે જરૂર વિચારજો કે આપને કેવી રાજનીતિ જોઇએ, ભાગલા પાડવાવાળી, કોમવાદ ફેલાવનારી, અંદરો અંદર લડાવનારી અથવા એવી રાજનીતિ જે સૌને સાથે લઇને ચાલે છે.' તેમણે જણાવ્યું કે 'તેમાં કોઇ શંકા નથી કે આપ સોનિયા જીને વોટ આપશો કારણ કે તેમણે આપના માટે વિકાસ કર્યો છે. સોનિયાજી આખા દેશમાં પ્રચાર કરી રહી છે, માટે આપની વચ્ચે મને મોકલી છે. '

વાંચો મોદી પર શું પ્રહારો કર્યા પ્રિયંકા ગાંધીએ...

પ્રિયંકા ગાંધીના મોદી પર પ્રહારો

પ્રિયંકા ગાંધીના મોદી પર પ્રહારો

પ્રિયંકાએ રાયબરેલીના ઉંચાહાર વિધાનસભા વિસ્તારના સિદ્ધૌરમાં આયોજિત સભામાં જણાવ્યું કે 'વિપક્ષી દળ ભ્રષ્ટાચાર હટાવવાની વાતો કરે પરંતુ એ નથી કહેતા કે તેઓ એ કેવી રીતે કરશે. કોંગ્રેસે સૂચનાનો અધિકાર કાનૂન લાગુ કરીને બતાવ્યું છે કે તેઓ ભ્રષ્ટાચારને કેવી રીતે રોકશે.'

આપને કેવી રાજનીતિ જોઇએ છે?

આપને કેવી રાજનીતિ જોઇએ છે?

પ્રિયંકાએ જણાવ્યું કે 'આ દેશની ચૂંટણી છે, આ એકતા માટેની ચૂંટણી છે, વિચાર કરીને વોટ કરવો. જ્યારે આપ મતદાન કરવા જાવ ત્યારે જરૂર વિચારજો કે આપને કેવી રાજનીતિ જોઇએ, ભાગલા પાડવાવાળી, કોમવાદ ફેલાવનારી, અંદરો અંદર લડાવનારી અથવા એવી રાજનીતિ જે સૌને સાથે લઇને ચાલે છે.'

કોઇ એક વ્યક્તિના હાથમાં સત્તા યોગ્ય નથી

કોઇ એક વ્યક્તિના હાથમાં સત્તા યોગ્ય નથી

રાયબરેલીમાં 30 એપ્રિલના રોજ ચૂંટણી યોજાવાની છે. વિરોધપક્ષ પર હુમલો કરતા પ્રિયંકાએ જણાવ્યું કે બીજી તરફ પ્રચાર થાય છે કે સત્તા એક વ્યક્તિના હાથમાં આપી દો. હવે તમે જ જણાવો કે આખી સત્તા જો એક વ્યક્તિ લઇને બેસશે તો તે કેવું થશે.

મહિલાની જાસૂસી કરાવે છે મોદી

મહિલાની જાસૂસી કરાવે છે મોદી

પ્રિયંકા ગાંધીએ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને મહિલા જાસૂસી કાંડ પર બુધવારે ઘેર્યા. પ્રિયંકાએ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે મોદી બંધ ઓરડામાં મહિલાઓના ફોન સાંભળે છે. તેમણે મોદી માટે આ સવાલ પણ ઉઠાવ્યો કે એવામાં મહિલાઓને તેઓ કેવી રીતે સશક્ત કરશે?

વ્યક્તિગત પ્રહારો થઇ રહ્યા છે

વ્યક્તિગત પ્રહારો થઇ રહ્યા છે

તેમણે જણાવ્યું કે 'આજે રાજનીતિમાં વ્યક્તિગત પ્રહારો થઇ રહ્યા છે પરંતુ આ રાજકારણ નથી. આજની રાજનીતિમાં જનતાના દુ:ખ-દર્દ અને વિકાસની વાત થવી જોઇએ.'

રાહુલના કર્યા વખાણ

રાહુલના કર્યા વખાણ

પ્રિયંકાએ સ્વૈચ્છિક સંસ્થાઓની મહિલાઓ અંગે પૂછ્યું અને જણાવ્યું 'તમને ખબર છે કે તમારા આ કાર્યક્રમને અમેઠીથી રાહુલજીએ શરૂ કર્યું હતું. વર્ષ 2004માં જ્યારે તેઓ સાંસદ બન્યા તો તેમણે વિચાર્યું કે આનો વિસ્તાર કરવામાં આવે. તો તેને અમેઠીની સાથે રાયબરેલીમાં પણ ફેલાવવામાં આવ્યું. ત્યારથી આપ લોકોએ જોયું કે કેટલો વિકાસ થયો છે.'

કોંગ્રેસે કરેલા કામો ગણાવ્યા...

કોંગ્રેસે કરેલા કામો ગણાવ્યા...

તેમણે જણાવ્યું કે 'આપે તમારા અધિકારોને ઓળખ્યા. હું ગામડાઓમાં ગઇ તો જોયુ કે ત્યાના લોકો પણ હવે મહિલાઓને નવી દ્રષ્ટિએ જોવે છે. એવા ઘણા કાર્યક્રમ છે જે કોંગ્રેસે ચાલુ કર્યા છે. અમારી વિચારધારા છે કે સત્તા જનતાના હાથમાં હોવી જોઇએ. આપે છેલ્લા દસ વર્ષોમાં જોયું કે વિકાસ માટે કેટલાં કામ કરવામાં આવ્યા.'

English summary
Priyanka Gandhi directly attacks Narendra Modi over snooping scandal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X