For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAA: વારાણસી પહોંચ્યા પ્રિયંકા ગાંધી, BHU છાત્રો-સિવિલ સોસાયટીના સભ્યોને મળ્યા

દેશમાં ચાલી રહેલ જેએનયુ બબાલ અને સીએએ વિરોધ પ્રદર્શ વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના વારાણસી પહોંચ્યા.

|
Google Oneindia Gujarati News

દેશમાં ચાલી રહેલ જેએનયુ બબાલ અને સીએએ વિરોધ પ્રદર્શ વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના વારાણસી પહોંચ્યા. આ દરમિયાન તેમણે નાગરિકતા સુધારા કાયદા (સીએએ) માટે થોડા દિવસો અગાઉ પ્રદર્શનમાં પકડાયેલ બીએચયુના છાત્રો સાથે પણ મુલાકાત કરી. પોતાના પ્રવાસમાં તેમણે ગંગા નદી પર બોટનો પણ લુત્ફ ઉઠાવ્યો અને ત્યાંથી તે પંચઘાટ પહોંચ્યા. તમને જણાવી દઈએ કે પ્રિયંકા પહેલા રામઘાટ પર ગુલેરિયા કોઠી પર છાત્રોને મળવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ યોજના બદલ્યા બાદ તેમણે રામઘાટ પર જ છાત્રો અને કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી.

priyanka gandhi

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના સંસદીય વિસ્તારમાં પ્રિયંકા ગાંધીનો આ પહેલો પ્રવાસ નથી, આ પહેલા પણ તે ઘણી વાર કાશી જઈ ચૂક્યા છે. શુક્રવારે તે લગભગ 11 વાગે વારાણસી પહોંચ્યા અને સૌથી પહેલા તેમણે રાજઘાટ સ્થિત સંત રવિદાસ મંદરિમાં દર્શન-પૂજન કર્યુ. ત્યારબાદ તે પંચગંગા ઘાટ પહોંચીને બીએચયુના છાત્રો અને સિવિલ સોસાયટીના લોકો સાથે મુલાકાત કરી. આ દરમિયાન ત્યાં કોંગ્રેસના કાર્યકર્તા પણ હાજર રહ્યા જેમણે સીએએ પ્રદર્શનમાં ભાગ લીધો.

તમને જણાવી દઈએ કે નાગરિકતા કાયદા માટે થયેલા હિંસક પ્રદર્શનમાં બીએચયુ છાત્રો સહિત 56 લોકોને યુપી પોલિસે કસ્ટડીમાં લીધા હતા જેમને હાલમાં જ જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધી સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના છાત્ર સંઘ ચૂંટણીમાં જીત મેળવનાર પદાધિકારીઓને પણ મળવાની છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધી યુપીના ઘણા જિલ્લાઓમાં જઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે યોગી સરકાર સામે પ્રિયંકા ગાંધીએ પહેલેથી જ પોતાની નારાજગી વ્યક્ત કરી દીધી છે.

આ પણ વાંચોઃ JNU હિંસા પર કંગનાઃ આ કોલેજ ગેંગવૉર, આવા લોકોને કસ્ટડીમાં લઈ 4 થપ્પડ લગાવવી જોઈએઆ પણ વાંચોઃ JNU હિંસા પર કંગનાઃ આ કોલેજ ગેંગવૉર, આવા લોકોને કસ્ટડીમાં લઈ 4 થપ્પડ લગાવવી જોઈએ

English summary
Priyanka Gandhi meets BHU students arrested in CAA Protest in Varanasi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X