For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: પ્રિયંકા ગાંધીના રોડ શૉમાં 'ચોકીદાર ચોર' નારા લાગ્યા

2019 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પૂર્વ યુપી મહાસચિવ તરીકે નિયુક્ત થયેલા પ્રિયંકા ગાંધી આજેથી પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

2019 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પૂર્વ યુપી મહાસચિવ તરીકે નિયુક્ત થયેલા પ્રિયંકા ગાંધી આજેથી પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી રહ્યા છે. યુપીની રાજધાની લખનવમાં આજે પ્રિયંકા ગાંધીનો રોડ શૉ થશે. આ રોડ શૉ માટે કોંગ્રેસે લખનવમાં ઘણી તૈયારીઓ કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટવિટ કરીને જણાવ્યું કે લગભગ બપોરે 12 વાગ્યે લખનવ હવાઈ મથકથી પાર્ટી હેડઓફીસ સુધી રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં જુઓ તેની લાઈવ અપડેટ....

Priyanka Gandhi Road Show

Newest First Oldest First
2:35 PM, 11 Feb

પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીના રોડ શૉમાં રાફેલ વિમાનનું પોસ્ટર દેખાયું, ચોકીદાર ચોર નારા લાગ્યા
1:53 PM, 11 Feb

લખનવમાં પ્રિયંકા ગાંધીનો રોડ શૉ શરુ, રાહુલ ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધ્યા પણ હાજર, લોકોની ભીડ ઉમટી
1:03 PM, 11 Feb

પ્રિયંકા ગાંધી લખનવ પહોંચ્યા રાહુલ ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધ્યા પણ હાજર
11:42 AM, 11 Feb

પ્રિયંકા ગાંધી લખનવ એરપોર્ટ પહોંચી. થોડા જ સમયમાં એરપોર્ટથી પાર્ટી ઓફિસ સુધી રોડ શૉ શરુ થશે.
10:52 AM, 11 Feb

પ્રિયંકા ગાંધીના રોડ શૉ પર ભાજપે કહ્યું કે, આ રોડ શૉ નહીં પરંતુ ચોર મચાયે શોર છે, આજે લખનવના લોકો દેશના ભ્રષ્ટ લોકોના ચહેરા જોશે.
10:51 AM, 11 Feb

રાહુલ ગાંધીએ ટવિટ કરીને જણાવ્યું કે લખનવ આવી રહ્યો છું. પ્રિયંકા ગાંધી જી અને જ્યોતિરાદિત્ય સિંધ્યા સાથે હશે. આજે લગભગ બપોરે 12 વાગ્યે લખનવ હવાઈ મથકથી પાર્ટી હેડઓફીસ સુધી રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું છે. તમને બધાને મળવા માટે ઉત્સાહિત છું
10:49 AM, 11 Feb

પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધ્યાના સ્વાગતમાં શહેરમાં પોસ્ટરો લાગ્યા, બપોરે 12 વાગ્યાથી રોડ શૉ શરુ થશે
10:47 AM, 11 Feb

કોંગ્રેસ કાર્યકર્તાઓએ બનાવી 'પ્રિયંકા સેના', કાર્યકર્તાઓ ઘ્વારા પ્રિયંકા સેનાની ટી-શર્ટ પહેરવામાં આવી

English summary
Priyanka Gandhi Road Show In Lucknow Live Update
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X