For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો પાર્ટી કહેશે તો જરૂર ચૂંટણી લડીશઃ પ્રિયંકા ગાંધી

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આગામી લોકસભા ચૂંટણી વિશે મોટુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આગામી લોકસભા ચૂંટણી વિશે મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે પોતાના ચૂંટણી લડવાના સવાલ પર કહ્યુ કે હજુ તેમણે એ નક્કી નથી કર્યુ કે ચૂંટણી લડશે કે નહિ, પરંતુ જો પાર્ટી કહેશે તો તે ચૂંટણી લડશે. બુધવારે પ્રિયંકા ગાંધીએ યુપીમાં પોતાનો બીજો પ્રવાસ શરૂ કર્યો. આ દરમિયાન તે અમેઠી પહોંચ્યા અને કહ્યુ કે આ વખતે મારા પર મોટી જવાબદારી છે એટલા માટે આ વખતે એટલો સમય નહિ આપી શકુ. મારી ઈચ્છા છે કે પાર્ટી માટે કામ કરુ કારણકે સંગઠન માટે કામ બહુ છે. તેમણે કહ્યુ કે જો મારી પાર્ટી કહેશે તો હું જરૂર ચૂંટણી લડીશ.

2022ની તૈયારી કરો

2022ની તૈયારી કરો

ગૌરીગંજમાં પાર્ટીના કાર્યકર્તા સાથે મુલાકાત દરમિયાન પ્રિયંકા ગાંધીએ કાર્યકર્તાઓને 2022ની પણ તૈયારીઓ કરવા કહ્યુ છે. તેમણે કહ્યુ કે તૈયારી કરી રહ્યા છો તમે ચૂંટણીની, આ વખતની નહિ, 2022 માટે. કરી રહ્યા છો, કામ કરવુ પડશે. પ્રિયંકાએ કહ્યુ કે આ વખતે તમારા ભૈયા ઐતિહાસિક જીત નોંધાવીને પ્રધાનમંત્રી બનશે. પ્રિયંકા ગાંધીએ એ વાતનો ભરોસો વ્યક્ત કર્યો છે કે રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ સરકારની રચના કરશે. તેમણે કહ્યુ કે જેમને એ લાગી રહ્યુ છે કે તેમને પાર્ટીમાં નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે તેમના પર પૂરુ ધ્યાન આપવામાં આવશે.

આ ચૂંટણી દેશને બચાવવાની ચૂંટણી

આ ચૂંટણી દેશને બચાવવાની ચૂંટણી

પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે તમે લોકો જાણો છો કે એ મુદ્દાઓનું કેટલુ રાજકારણ થઈ રહ્યુ છે જે ન થવુ જોઈએ. હું વારંવાર કહી રહી છુ કે મુદ્દાઓની ચૂંટણી થવી જોઈએ. કોંગ્રેસે કહ્યુ કે ખેડૂતોનું દેવુ માફ કરીશુ, અમે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કહ્યુ કે દેવુ માફ કરીશુ અને સરકારમાં આવવાના 10 દિવસની અંદર આનુ એલાન કર્યુ છે. આ ચૂંટણી દેશને બચાવવા માટેની ચૂંટણી છે, આમાં રાહુલજીની જીત જ નહિ દેશને બચાવવાની ચૂંટણી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે રાહુલ જ્યાં કહેશે હું ત્યાં પ્રચાર કરવા જઈશ.

બેરોજગારી ચરમ સીમા પર

પ્રિયંકા ગાંધીને જ્યારે પૂછવામાં આવ્યુ કે યોગી આદિત્યનાથા કહે છે કે તમે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મંદિર જાવ છો. આના પર પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે તેમને શું ખબર કે હું શું કરુ છુ, તેમને શું ખબર કે હું મંદિર જઉ છુ કે નહિ. પીએમ મોદી પર હુમલો કરતા પ્રિયંકાએ કહ્યુ કે દેશમાં બહુ બેરોજગારી છે, ઘણા યુવાનો બેરોજગાર છે, રોજગારના ક્ષેત્રમાં કોઈપણ સરકારે આટલુ ખરાબ કામ નથી કર્યુ જેટલુ આ સરકારે કર્યુ છે.

આ પણ વાંચોઃ ઉર્મિલા માંતોડકર કોંગ્રેસમાં શામેલ, રાહુલ ગાંધીએ કર્યુ સ્વાગતઆ પણ વાંચોઃ ઉર્મિલા માંતોડકર કોંગ્રેસમાં શામેલ, રાહુલ ગાંધીએ કર્યુ સ્વાગત

English summary
Priyanka Gandhi says If party asks I will contest in election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X