For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉન્નાવ પહોંચ્યા પ્રિયંકા ગાંધી, રેપ પીડિતાના પરિવાર સાથે કરી મુલાકાત

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી શનિવારે ઉન્નાવ પહોંચી ગયા છે. અહીં તેમણે પીડિત પરિવાર સાથે મુલાકાત કરી.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી શનિવારે ઉન્નાવ પહોંચી ગયા છે. અહીં તેમણે પીડિત પરિવાર સાથે મુલાકાત કરી. પ્રિયંકા ગાંધીએ પીડિતાના મોત પર દુઃખ વ્યક્ત કરીને પીડિત પરિવારને સાંત્વના આપી. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધી વાડ્રા બે દિવસીય પ્રવાસ પર લખનઉ આવ્યા હતા. તેમણે આજે પોતાના બધા કાર્યક્રમ રદ કરી દીધા અને ઉન્નાવ માટે નીકળી ગયા.

પ્રિયંકા ગાંધીએ વ્યક્ત કર્યુ દુઃખ

પ્રિયંકા ગાંધીએ વ્યક્ત કર્યુ દુઃખ

ઉન્નાવ પહોંચેલા પ્રિયંકા ગાંધીએ પીડિતાના મોત પર દુઃખ વ્યક્ત કરીને પીડિત પરિવારને સાંત્વના આપી. આ પહેલા પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર હુમલો પણ કર્યો. તેમણે લખ્યુ, હું ઈશ્વરને પ્રાર્થના કરુ છુ કે ઉન્નાવ પીડિતાના પરિવારને આ દુઃખની ઘડીમાં હિંમત આપે. તેમણે આગળ લખ્યુ કે આ આપણા સૌની નિષ્ફળતા છે કે આપણે તેને ન્યાય ન અપાવી શક્યા. સામાજિક રીતે આપણે સૌ દોષિત છીએ પરંતુ આ ઉત્તર પ્રદેશમાં ખોખલી થઈ ચૂકેલી કાયદો વ્યવસ્થાને પણ છતી કરે છે.

મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારને રોકવા માટે શું કરી રહી છે સરકાર

પ્રિયંકા ગાંધીએ લખ્યુ, ‘ઉન્નાવની ગઈ ઘટનાને ધ્યાનમાં રાખીને સરકારે તત્કાલ પીડિતાને સુરક્ષા કેમ ન આપી? જે અધિકારીએ તેની એફઆઈઆર નોંધવાની ના પાડી તેના પર શું કાર્યવાહી કરવામાં આવી? ઉત્તર પ્રદેશમાં રોજેરોજ મહિલાઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે તેને રોકવા માટે સરકાર શું કરી રહી છે?'

આ પણ વાંચોઃ ઉન્નાવ રેપઃ મરતા પહેલા પીડિતાએ પોતાના ભાઈથી લીધુ હતુ આ વચન, મારા ગુનેગારોને છોડતા નહિઆ પણ વાંચોઃ ઉન્નાવ રેપઃ મરતા પહેલા પીડિતાએ પોતાના ભાઈથી લીધુ હતુ આ વચન, મારા ગુનેગારોને છોડતા નહિ

સડક માર્ગે ઉન્નાવ પહોંચશે પીડિતાનુ શબ

સડક માર્ગે ઉન્નાવ પહોંચશે પીડિતાનુ શબ

શનિવારે સવારે 10 વાગે શરૂ થયેલ સફદરગંજ હોસ્પિટલમાં પીડિતાનુ પોસ્ટમોર્ટમ ખતમ થઈ ગયુ છે. લગભગ એક કલાક સુધી ચાલેલા આ પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પોસ્ટમોર્ટમને ફોરેન્સિક વિભાગના અધ્યક્ષ ડૉ. વાહીના નેતૃત્વમાં કરવામાં આવ્યુ. સમાચાર આવી રહ્યા છે કે પીડિતાના શબને સડક માર્ગે ઉન્નાવ લાવવામાં આવશે કારણકે પરિવારે સડક માર્ગે જ જવા કહ્યુ છે. શબ અને પરિવારને લેવા માટે યુપી સરકારની બે એમ્બ્યુલન્સ સફદરગંજ હોસ્પિટલ પહોંચી ગઈ છે.

‘મારી પાસે કહેવા માટે કંઈ નથી'

‘મારી પાસે કહેવા માટે કંઈ નથી'

પીડિતાના મોત બાદ તેના ભાઈએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ, ‘વાસ્તવમાં મારી પાસે કહેવા માટે કંઈ પણ નથી. મારી બહેન હવે મારી સાથે નથી. મારી બસ એક જ માંગ છે કે એ પાંચે આરોપીઓને હવે મોત જ મળે, આનાથી ઓછુ કંઈ પણ નહિ.' સફદરગંજ હોસ્પિટલના ડૉક્ટરોના જણાવ્યા મુજબ ઉન્નાવ ગેંગરેપ પીડિતાને રાતે 11 વાગીને 10 મિનિટે હ્રદયરોગનો હુમલો આવ્યો અને ત્યારબાદ રાતે 11 વાગીને 40 મિનિટે તેણે અંતિમ શ્વાસ લીધા. ડૉક્ટરોએ જણાવ્યુ કે પીડિતાને બચાવવાની બહુ કોશિશ કરવામાં આવી પરંતુ તેને બચાવી શકાઈ નહિ.

English summary
Priyanka Gandhi Vadra meets family of Unnao rape victim
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X