યુપીના રાજકારણમાં દેખાઈ ‘પ્રિયંકા ઈફેક્ટ' મેમ્બરશીપમાં 22% સુધીનો ઉછાળો

પ્રિયંકા ગાંધી વાડ્રાની રાજકારણમાં એન્ટ્રીનો પ્રભાવ હવે યુપીના રાજકારણમાં દેખાવા લાગ્યો છે.

પ્રિયંકા ગાંધી વાડ્રાની રાજકારણમાં એન્ટ્રીનો પ્રભાવ હવે યુપીના રાજકારણમાં દેખાવા લાગ્યો છે. પ્રિયંકાના સક્રિય રાજકારણમાં આવ્યાને હજુ બે મહિના થયા છે પરંતુ આની અસર પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. માત્ર બે મહિનામાં કોંગ્રેસના આંતરિક નેટવર્કમાં કાર્યકર્તાઓની મેમ્બરશીપમાં 20% ની વૃદ્ધિ જોવા મળી છે. પ્રિયંકા ગાંધી વાડ્રા સક્રિય રાજકારણમાં ઔપચારિક રીતે 23 જાન્યુઆરીએ આવ્યા હતા. જ્યારે તેમને પાર્ટીના મહાસચિવ અને પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની નિયુક્તિની ઘોષણા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતે કરી હતી.

શક્તિ નેટવર્ક પર સભ્યપદના આંકડામાં 20 ટકાનો વધારો

શક્તિ નેટવર્ક પર સભ્યપદના આંકડામાં 20 ટકાનો વધારો

તેમની નિયુક્તિએ રાજ્યમાં પાર્ટીને પુનર્જીવિત કરવાના કોંગ્રેસના ઈરાદાને સ્પષ્ટ કરી દીધો છે. જ્યાં પાર્ટીએ છેલ્લા ત્રણ દશકોથી પોતાની રાજકીય જમીન શોધવાની કોશિશ કરી રહી છે. પ્રિયંકા ગાંધીની નિયુક્તિ બાદથી કોંગ્રેસના શક્તિ નેટવર્ક પર મેમ્બરશીપનો આંકડો 5.4 મિલિયનથી વધીને 6.6 મિલિયન પહોંચી ગયો છે. શક્તિ નેટવર્ક એક એપ છે જે પાર્ટીના ભૂમિગત કાર્યકર્તાઓને સીધા પાર્ટીની લીડરશીપ સાથે જોડે છે. પાર્ટી
ની આંકડાઓ મુજબ છેલ્લા બે મહિનામાં સ્વયંસેવકોની મેમ્બરશીપમાં 22 ટકાનો વધારો થયો છે. કોંગ્રેસની આ એપ ગયા જૂન મહિનામાં શરૂ કરવામાં આવી હતી.

પ્રિયંકાના રાજકારણમાં આવવાથી ઉત્સાહિત છે મહિલાઓ

પ્રિયંકાના રાજકારણમાં આવવાથી ઉત્સાહિત છે મહિલાઓ

કોંગ્રેસ માટે સંભવતઃ વધુ મહત્વપૂર્ણ વાત એ છે કે પ્રિયંકા ગાંધીનું કોંગ્રેસમાં નેતૃત્વ કોઈ પદ પર આવ્યા બાદ મહિલાઓની મેમ્બરશીપમાં 40 ટકાનો વધારો જોવા મળ્યો છે. જે પહેલા માત્ર 22 ટકાની ભાગીદારી હતી. મહિલાઓની મેમ્બરશીપમાં વધારાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે પ્રિયંકા ગાંધી મહિલાઓને પોતાની તરફ ખેંચવામાં સફળ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે દેશમાં લગભગ 900 મિલિયન મતદાતાઓમાંથી 50 ટકા મહિલાઓ છે. એવામાં કોંગ્રેસ સાથે મહિલાઓનો ઝડપથી જોડાવુ એ વાતનો સંકેત છે કે મહિલાઓ પ્રિયંકા ગાંધીના રાજકારણમાં આવવાથી ઉત્સાહિત છે.

કોંગ્રેસમાં મોટા નિર્ણયોનો આધાર બન્યુ શક્તિ એપ

કોંગ્રેસમાં મોટા નિર્ણયોનો આધાર બન્યુ શક્તિ એપ

પાર્ટીના જૂના કાર્યકર્તા અને બિહારના પૂર્વ મંત્રી પરવીન અમાનુલ્લાહે કહ્યુ કે આ એક સારી વાત છે કે જો પ્રિયંકા ગાંધીની ભાગીદારીના કારણે રાજકારણમાં વધુ મહિલાઓએ રસ બતાવ્યો છે. એમાં કોઈ શંકા નથી કે ભારતીય રાજકારણમાં વધુ મહિલાઓની જરૂર છે. પરંતુ પ્રિયંકાની અસલી પરીક્ષા લોકસભા ચૂંટણીમાં મતદાતાઓને સાધવાની તેમની ક્ષમતા હશે. કોંગ્રેસના ડેટા એનાલિટિક્સ વિભાગના પ્રમુખ પ્રવી ચક્રવર્તીએ શક્તિ નેટવર્કને વિકસિત કર્યુ છે. જેનાથી પાર્ટી લાખો સમર્થકોના વલણના આધારે નિર્ણયો લે છે. પાર્ટીના મોટાભાગના નિર્ણયો હવે શક્તિ એપ પર કરાવવામાં આવેલ પોલ દ્વારા જ લેવામાં આવે છે.

પ્રિયંકાએ પણ પોતાનો પહેલો સંદેશ શક્તિ એપથી મોકલ્યો હતો

પ્રિયંકાએ પણ પોતાનો પહેલો સંદેશ શક્તિ એપથી મોકલ્યો હતો

અન્ય કોંગ્રેસ નેતાઓની જેમ પ્રિયંકા ગાંધીએ પણ પાર્ટીના ચૂંટણી અભિયાનને સંચાલિત કરવા માટે શક્તિ એપના વ્યાપક નેટવર્કનો ઉપયોગ કરવાનો શરૂ કરી દીધો છે. પદભાર સંભાળ્યા બાદ ફેબ્રુઆરીમાં પોતાની પહેલી સાર્વજનિક રેલી માટે લખનઉ કૂચ કરતા પહેલા તેમણે કાર્યકર્તાઓને એપ દ્વારા પોતાનો એક મેસેજ મોકલ્યો હતો. પ્રિયંકાનો એ એક નાનો અને સરળ સંદેશ હતો. તેમણે બસ એટલુ જ કહ્યુ હતુ કે, ‘હું પ્રિયંકા ગાંધી છુ. હું તમને સહુને મળવા માટે લખનઉ આવી રહી છુ. મને આશા છે કે સાથે મળીને આપણે નવી રીતે રાજકારણ શરૂ કરીશુ, એવી રાજનીતિ જેમાં તમે બધા હિતધારક હશો... મારા યુવા મિત્રો, મારી બહેનો અને ત્યાં સુધી કે સૌથી નબળા વ્યક્તિ, બધાનો અવાજ સાંભળવામાં આવશે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X