For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VIDEO: હરિયાણાની ચૂંટણીના પરિણામો પર પ્રિયંકા ગાંધીએ શું કહ્યુ

કોંગ્રેસ પાર્ટી તરફથી પહેલી અધિકૃત પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસની દિગ્ગજ નેતા અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મોટુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એક વાર ફરીથી ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો ગઈ ચૂંટણીના મુકાબલે આ વખતે પાર્ટીનુ પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યુ છે. હરિયાણામાં જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે ત્યાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સીટોમાં વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટી તરફથી પહેલી અધિકૃત પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસની દિગ્ગજ નેતા અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મોટુ નિવેદન આપ્યુ છે. જાણો મહારાષ્ટ્ર-હરિયાણાની ચૂંટણીના પરિણામો પર દિગ્ગજ નેતાએ શું કહ્યુ છે.

પ્રિયંકાએ કહ્યુ - હરિયાણા માટે મને બહુ ખુશી

પ્રિયંકાએ કહ્યુ - હરિયાણા માટે મને બહુ ખુશી

પ્રિયંકા ગાંધીએ મહારાષ્ટ્ર-હરિયાણામાં કોંગ્રેસ પાર્ટીની ચૂંટણી પરિણામો પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે હરિયાણા માટે મને બહુ ખુશી છે. તેમણે જણાવ્યુ કે હું અત્યારે રાયબરેલીમાં છુ. ખૂબ જ વ્યસ્ત હતી એટલા માટે અત્યારે જ ટ્રેન્ડસ જોયા છે. હરિયાણા અને મહારાષ્ટ્ર બંનેની મને બહુ ખુશી છે. આ સાથે જ તેમણે આગળ કહ્યુ કે અહીં ઉત્તર પ્રદેશમાં પણ અમારી પાર્ટીના મતટકાવારી વધી છે. પ્રિયંકા ગાંધી હાલમાં રાયબરેલીના પ્રવાસે છે. જ્યાં તેમણે ચૂંટણી પરિણામો પર પાર્ટીનો પક્ષ રાખ્યો છે.

પ્રિયંકા ગાંધીએ શું કહ્યુ, જુઓ વીડિયો

વાસ્તવમાં હરિયાણામાં આ વખતે ત્રિશંકુ વિધાનસભાના અણસાર દેખાઈ રહ્યા છે. આવુ એટલા માટે કારણકે ભાજપ, કોંગ્રેસ વચ્ચે મુકાબલો ખૂબ જ કાંટાનો ચાલી રહ્યો છે. ભાજપ 37 સીટો સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. બીજા નંબરે કોંગ્રેસ છે, જેના ખાતામાં 32 સીટો જતી દેખાઈ રહી છે. પરંતુ આ ચૂંટણીમાં સૌથી જબરદસ્ત સફળતા દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેજેપીને મળતી દેખાઈ રહી છે. જેજેપી આ ચૂંટણીમાં કિંગમેકર બનતી દેખાઈ રહી છે. હાલમાં હજુ કંઈ પણ કહેવુ ઉતાવળુ ગણાશે.

આ પણ વાંચોઃ હરિયાણા ચૂંટણી પરિણામ 2019: બબીતા ફોગાટ ચૂંટણી હારી, ત્રીજા નંબરે પર પહોંચી ગઈઆ પણ વાંચોઃ હરિયાણા ચૂંટણી પરિણામ 2019: બબીતા ફોગાટ ચૂંટણી હારી, ત્રીજા નંબરે પર પહોંચી ગઈ

મહારાષ્ટ્રમાં કોંગ્રેસને 41 સીટો પરંતુ એનસીપી રહી આગળ

મહારાષ્ટ્રમાં કોંગ્રેસને 41 સીટો પરંતુ એનસીપી રહી આગળ

વળી વાત કરીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામોની તો ત્યાં કોંગ્રેસ પાર્ટીને 41 સીટો આવી છે જ્યારે તેમની સાથે ગઠબંધનમાં ચૂંટણી મેદાનમાં ઉતરેલી એનસપીએ 54 સીટો પર કબ્જો જમાવ્યો છે. મહારાષ્ટ્રમાં એક વાર ફરીથી ભાજપ સૌથી મોટી પાર્ટી બની છે તેમને 104 સીટો મળતી દેખાઈ રહી છે. આ પરિણામોથી સ્પષ્ટ છે કે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન એક વાર ફરીથી સત્તામાં વાપસી કરી રહ્યુ છે.

English summary
Priyanka Gandhi Vadra says really happy Haryana and Maharashtra, In UP our vote percentage increased
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X