Election Express: પ્રિયંકા વારાણસીથી લડવા માગતા હતા મોદી સામે ચૂંટણી

Google Oneindia Gujarati News

ગાંધીનગર: લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા છે. લોકસભા ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે કવાયતમાં જોડાઇ ગઇ છે. જે પાર્ટી સરકારમાં છે તે પોતાની ઉપલબ્ધિઓ ગણાવામાં લાગી છે તો વિપક્ષી પાર્ટીઓ લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું સપનું બતાવી રહી છે. અને આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે અમે વનઇન્ડિયા પર દિવસ દરમિયાન બનતી રાજકીય ઘટનાઓ, નિવેદનો અંગે સતત અપડેટ રાખીશું.

દિવસ દરમિયાન રાજકીય પટલ શું બની રહ્યું છે? તે જાણવા માટે માટે વનઇન્ડિયા પર સતત અપડેટ સમાચારો જાણવા સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.

પ્રિયંકા વારાણસીથી લડવા માગતા હતા મોદી સામે ચૂંટણી

પ્રિયંકા વારાણસીથી લડવા માગતા હતા મોદી સામે ચૂંટણી

ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ અનુસાર ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ કોંગ્રેસે તેમને મંજૂરી આપી નહોતી.

સુષમાના નિવેદન પર મિસ્ત્રીની અભદ્ર ટિપ્પણી

સુષમાના નિવેદન પર મિસ્ત્રીની અભદ્ર ટિપ્પણી

કોંગ્રેસના ઉમેદવાર મધુસુદન મિસ્ત્રી મુશ્કેલીમાં ફસાઇ શકે છે. સુષમા સ્વરાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાનો મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો છે. મિત્રી વડોદરામાં મોદી વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યાં છે.

દેશમાં મોદીની નહીં પણ ભાજપની લહેરઃ જોશી

દેશમાં મોદીની નહીં પણ ભાજપની લહેરઃ જોશી

ભાજપ નેતા મુરલી મનોહર જોશીએ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર પરોક્ષ રીતે નિશાન તાકતા કહ્યું કે, દેશમાં મોદીની નહીં પરંતુ ભાજપની લહેર છે. તેમણે વધુમાં કહ્યું કે મોદી દ્વારા રજૂ કરવામાં આવેલા વિકાસના ગુજરાત મોડલને દેશના દરેક રાજ્યોમાં લાગુ કરી શકાય નહીં.

પ્રિયંકાના નિવેદન પર મેનકાનો પલટવાર

પ્રિયંકાના નિવેદન પર મેનકાનો પલટવાર

પ્રિયંકા ગાંધીએ વરુણ ગાંધીને હરાવવાની અપીલ કરીને મુશ્કેલી સર્જી છે. પ્રિયંકાએ કરેલા વરુણ વિરોધી નિવેદન પર મેનકા ગાંધીએ પલટવાર કરતા કહ્યું કે, મેનકાએ કહ્યું કે દેશ સેવા કરવી તેને રસ્તો ભટકી ગયા તેમ ના કહેવાય. એ તો ચૂંટણીમાં જનતા જ જણાવશે કે કોણ રસ્તો ભટકી ગયું છે.

આઝમ ખાન વિરુદ્ધ ફરિયાદ દાખલ, કરી ચૂંટણી પંચની ટીકા

આઝમ ખાન વિરુદ્ધ ફરિયાદ દાખલ, કરી ચૂંટણી પંચની ટીકા

ઉત્તર પ્રદેશના વિવાદિત મંત્રી આઝમ કાન વિરુદ્દ શામલીમાં એક નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તો બીજી તરફ તેમણે ચૂંટણી પંચ પર કોંગ્રેસના પક્ષમાં કામ કરવાનો આરોપ લગાવી તેની ટીકા કરી છે.

English summary
Priyanka Gandhi was very keen to fight Narendra Modi in Varanasi, but Cong leadership said no
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X