For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PHOTO: જારી થયા અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના મૉડલના ફોટા

અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઓગસ્ટના રોજ ભૂમિ પૂજન અને શિલાન્યાસના કાર્યક્રમમાં શામેલ થયા બાદ રામ મંદિરનુ પુનઃ ભવ્ય નિર્માણ કાર્ય આરંભ થઈ જશે.

|
Google Oneindia Gujarati News

અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઓગસ્ટના રોજ ભૂમિ પૂજન અને શિલાન્યાસના કાર્યક્રમમાં શામેલ થયા બાદ રામ મંદિરનુ પુનઃ ભવ્ય નિર્માણ કાર્ય આરંભ થઈ જશે. મંગળવારે મંગળવારે મંદિરના પ્રસ્તાવિત મૉડલનો ફોટો પણ સામે આવી ગયો છે. મંદિરની આ ડિઝાઈન નિખિલ સોમપુરાએ તૈયાર કર્યો છે. હવે મંદિરમાં ત્રણની જગ્યાએ પાંચ ગુંબજ હશે. આનાથી લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈ વધી જશે.

મંદિરને બનવામાં તૈયાર હોવામાં ત્રણથી સાડા ત્રણ વર્ષનો સમય લાગશે

મંદિરને બનવામાં તૈયાર હોવામાં ત્રણથી સાડા ત્રણ વર્ષનો સમય લાગશે

ગુજરાતમાં સોમનાથનુ નિર્માણ કરનાર આર્કિટેક્ટ પરિવારના ચંદ્રકાંત સોમપુરાને રામ મંદિરના મૉડલ અને ડિઝાઈન તૈયાર કરવાની જવાબદારી મંદિર આંદોલના નાયક કહેવાતા અશોક સિંઘલે સોંપી હતી. મંદિરની આ નવી ડિઝાઈનને ચંદ્રકાંત સોમપુરાના દીકરા નિખિલ સોમપુરા અને આશીષ સોમપુરાએ તૈયાર કર્યા છે. આર્કિટેક્ટ પ્રોજેક્ટ અનુસાર મંદિરને બનીને તૈયાર થવામાં ત્રણથી સાડા ત્રણ વર્ષનો સમય લાગશે. મંદિર ત્રણ માળનુ થશે અને તે વાસ્તુશાસ્ત્રના હિસાબથી બનાવવામાં આવશે.

મંદિરમાં હવે 5 મંડપવાળો ગુંબજ અને એક શિખર હશે

મંદિરમાં હવે 5 મંડપવાળો ગુંબજ અને એક શિખર હશે

મંદિરમાં હવે 5 મંડપવાળો ગુંબજ અને એક શિખર હશે. વિશ્વ હિંદુ પરિષદના વર્તમાન રામ મંદિર મૉડલની ઉંચાઈ 141 ફૂટથી વધારીને 161 ફૂટ કરવામાં આવશે. મંદિરમાં જવા માટે 5 દરવાજા (સિંહ દ્વાર, નૃત્ય મંડપ, રંગ મંડપ, પૂજા-કક્ષ અને ગર્ભ ગૃહ)હશે. માટી પરીક્ષણના રિપોર્ટના આધારે મંદિર માટે પાયાનુ ખોદકામ થશે. આ 20થી 25 ફૂટ ઉંડુ હોઈ શકે છે. પ્લેટફોર્મ કેટલુ ઉંચુ હશે તેના પર નિર્ણય રામ મંદિર ટ્રસ્ટ કરશે.

પાયાનુ પ્લેટફોર્મ તૈયાર કરવા માટે ત્રણ-ચાર મહિના લાગી શકે છે

પાયાનુ પ્લેટફોર્મ તૈયાર કરવા માટે ત્રણ-ચાર મહિના લાગી શકે છે

આ મંદિરની લંબાઈ લગભગ 270 મીટક, પહોળાઈ 140 મીટર હશે. દરેક માળે લગભગ 106 થાંભલા હશે. પહેલા માળે થાંભલાની લંબાઈ લગભગ 16.5 ફૂટ અને બીજા માળે 14.5 ફૂટ પ્રસ્તાવિત છે. દરેક માળે 185 બીમ પર ટકેલા હશે. મંદિરમાં લોખંડનો ઉપયોગ નહિ કરવામાં આવે. મંદિરમાં સંગેમરમરની ફ્રેમ અને લાકડાના દરવાજા હશે. મંદિરના પાયાના પ્લેટફોર્મને તૈયાર કરવામાં ત્રણ-ચાર મહિના લાગી શકે છે.

મંદિર લગભગ 221 પિલર પર ઉભુ હશે

મંદિર લગભગ 221 પિલર પર ઉભુ હશે

રામ મદિરમાં સંગેમરમર પાથરવામાં આવશે. આ મંદિર લગભગ 221 પિલર પર ઉભુ થશે. આમાં આવાગમન માટે મુખ્ય પાંચ દ્વારો ઉપરાંત કુલ 24 દ્વાર બનાવાશે. મંદિરના પ્રત્યેક થાંભલા પર 12 મૂર્તિઓ બનાવવામાં આવી છે. આ મૂર્તિઓ દેવી દેવીઓની છે. આ શ્રદ્ધાળુઓના બેસવા, ફરવા અને વિવિધ કાર્યક્રમ આયોજિત કરવા માટે જગ્યા રહેશે.

આ અક્ષરધામ મંદિરની શૈલીમાં બનશે

આ અક્ષરધામ મંદિરની શૈલીમાં બનશે

આમાં ભગવાન રામની મૂર્તિ અને રામ દરબાર હશે. મુખ્ય મંદિરની આગળ-પાછળ સીતા, લક્ષ્મણ, ભરત અને ભગવાન ગણેશના મંદિર હશે. આ અક્ષરધામ મંદિરની શૈલીમાં બનશે. મંદિર પરિસરમાં સંત નિવાસ, શોધ કેન્દ્ર, કર્મચારીઓના આવાસ, ભોજનાલય વગેરે હશે.

એલ એન્ડ ટી કંપની અને ચંદ્રકાત સોમપુરાજી મળીને રામ મંદિરનુ નિર્માણ કરશે

એલ એન્ડ ટી કંપની અને ચંદ્રકાત સોમપુરાજી મળીને રામ મંદિરનુ નિર્માણ કરશે

મંદિરમાં પત્થર એ જ લાગશે જે રામ મંદિર કાર્યશાળામાં કોતરીને રાખવામાં આવ્યા છે. આ પત્થરોની સાફ સફાઈ કરીને ચમકાવવાનુ કામ દિલ્લીની કંપની કરી રહી છે. એલ એન્ડ ટી કંપની અને ચંદ્રકાંત સોમપુરાજી મળીને રામ મંદિરનુ નિર્માણ કરશે. ઘણા લોકોનુ અનુમાન છે કે 2024 સુધી મંદિર પૂર્ણતઃ નિર્મિત થઈ જશે.

70 એકર ભૂમિમાં 3 એકરમાં મંદિર તથા કૉરિડોરનુ જ્યાં નિર્માણ હશે

70 એકર ભૂમિમાં 3 એકરમાં મંદિર તથા કૉરિડોરનુ જ્યાં નિર્માણ હશે

મંદિર નિર્માણમાં ખાસ વાત એ હશે કે 70 એકર ભૂમિમાં 3 એકરમાં મંદિર તથા કૉરિડોરનુ જ્યાં નિર્માણ હશે. વળી, 67 એકર ભૂમિમાં ઘણા મ્યુઝિયમ, માતા સીતા, લક્ષ્મણ ભરત અને ગણેશજીના મંદિર બનશે. મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ, મહામંત્રી ચંપત રાય, નિર્માણ સમિતિના અધ્યક્ષ આઈએએસ નૃપેન્દ્ર મિશ્રા, જ્ઞાનેશ કુમાર(અપર સચિવ ભારત સરકાર) તેમજ નામિત સભ્ય અવનીશ અવસ્થી(અપર મુખ્ય સચિવ ઉત્તર પ્રદેશ) તેમજ નામિત સભ્ય અનુજ ઝા (જિલ્લાધિકારી અયોધ્યા) તેમજ પદેન સભ્ય રાજા વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા, ડૉ. અનિલ કુમાર, મહંત દિનેન્દ્ર દાસ, કે પરાસરન, સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી, સ્વામી વિશ્વપ્રસન્નતીર્થ, યુગ પુરુષ પરમાનંદ ગિરી, સ્વામી ગોવિંદદેવ ગિરી વગેરે શામેલ છે.

મુંબઈમાં ભારે વરસાદથી હાલ બેહાલ, નાળામાં વહી ગઈ ત્રણ છોકરીઓમુંબઈમાં ભારે વરસાદથી હાલ બેહાલ, નાળામાં વહી ગઈ ત્રણ છોકરીઓ

English summary
Proposed model of Ram Temple Ayodhya bhumi pujan 5 august interesting facts of ram mandir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X