MNS સ્ટાઇલમાં પ્રદર્શનઃ કાર ખરીદો અને પછી સળગાવો

મુંબઇ, 1 માર્ચઃ સામાન્ય રીતે વિરોધ પ્રદર્શન બાદ જ્યારે આગ ચાપવામાં આવે છે તો જાહેર સંપત્તિને નુક્સાન થાય છે. જો આ નુક્સાનથી બચવું હોય તો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ની સ્ટાઇલમાં પ્રદર્શન કરો. પોતાની કાર ખરીદો અને પછી પ્રદર્શન દરમિયાન તેને સળગાવી દો.

protest-mns-style
આ વાંચીને તમને હાસ્ય આવ્યું હશે અને વિચારી રહ્યાં હશો કે આખરે પોતાના પગ પર જ કુહાડી મારનાર આ વ્યક્તિ કોણ છે. આ છે મુંબઇની બિંદાસ્ત વ્યક્તિ. તાજેતરમાં મનસે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક ઝડપ થઇ, જેના કારણે મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં આગ ચાપવાના બનાવો અને તોડફોડના બનાવો બન્યા. આ દરમિયાન મુંબઇના કુર્લાના એલબીએસ માર્ગ પર એક મારુતિ 800ને સળગાવવામાં આવી. આ કાર મનસે કાર્યકર્તાઓએ ફૂંકી, જેને તેઓ 35,000 રૂપિયામાં સેકન્ડ હેન્ડ ખરીદીને લાવ્યા હતા. ન્યૂઝ ચેનલ્સની રેકોર્ડિંગમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, જેમાં મનસે કાર્યકર્તા એ કારને સળગાવી રહ્યાં છે. કારનો નંબર પણ સ્ક્રીન પર સ્પષ્ટ નજરે ચઢી રહ્યો છે.

કેવી રીતે ખુલી મનસેની પોલ

રાજ ઠાકરે અને અજીત પવારના નિવેદનો બાદ મુંબઇમાં જ્યારે હિંસા ભડકી તો કુર્લામાં મનસેની મારૃતિ કાર ફૂંકી દેવામાં આવી. મનસે કાર્યકર્તાઓએ એનસીપી કાર્યકર્તાઓને આરોપી બનાવતા પોલીસમાં એફઆઇઆર દાખલ કરાવી. જેથી પોલીસ એનસીપી કાર્યકર્તાઓને પકડે અને સાથે જ જે પબ્લિક પ્રોપર્ટી ફૂંકવામાં આવી છે, તેનો પર ચાર્જ તેમના પર લાગે. પરંતુ પોલીસના હાથે ટીવી ચેનલનું રેકોર્ડિંગ આવી ગયું, જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે મનસે કાર્યકર્તાઓએ આ કાર સળગાવી છે, જેનો ઉલ્લેખ એફઆઇઆરમાં કરવામાં આવ્યો હતો. પોલીસે મનસે કાર્યકર્તાઓની પૂછપરછ શરૂ કરી દીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X