For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી ગેંગરેપઃ શીલા દીક્ષિતે સહન કરવો પડ્યો લોકોનો ગુસ્સો

By Super
|
Google Oneindia Gujarati News

shiela dikshit
નવીદિલ્હી, 29 ડિસેમ્બરઃ બળાત્કારનો ભોગ બનેલી 23 વર્ષીય પીડિતાના નિધન પર જંતર-મંતર પર આયોજિત શોક સમારોહમાં ભાગ લેવા પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતને એ સમયે લોકોની નારાજગીને સામનો કરવો પડ્યો છે. લોકોની નારાજગીના કારણે તેમણે જંતર-મંતરથી પરત ફરવું પડ્યું હતું.

જંતર-મંતર પર અંદાજે 500 લોકો મૃત યુવતી પ્રતિ શોક પ્રકટ કરવા માટે એકત્ર થયા હતા અને બપોરે બે વાગ્યે શીલા દીક્ષિત ત્યાં પહોંચ્યા હતા, ત્યારે તેમને લોકોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. પ્રદરશનકારીઓએ તેમને ઘેરી લીધા હતા અને જેના કારણે તેમને પરત ફરવા મજબૂર કર્યા હતા.

જંતર-મંતર છોડતા પહેલાં તેમણે કહ્યું કે એક મીણબત્તી જલાવી અને મૃતક પ્રતિ શોક પ્રકટ કર્યો. એક પ્રદર્શનકારીએ પૂછ્યું કે, શું તમે કોઇને મોતને રાજકીય રંગ આપવા માંગો છો? જ્યાં પ્રદર્શન શરૂ થયું ત્યારે તમે કેમ ના આવ્યા? જ્યારે તમારા ઘરની બહાર પ્રદર્શન થયુ ત્યારે અમને હટાવવા અંગે પોલીસને કહેવામાં આવ્યું.

અમુક મીનિટ બાદ તેમને પોલીસ સુરક્ષા હેઠળ બહાર કાઢવામાં આવ્યા. નોંધનીય છે કે શનિવારે સવારે 10 વાગ્યે જ લોકો જંતર-મંતર પર એકત્ર થવાનું શરૂ થઇ ગયું હતું. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, મનીષ સિસૌદિયા, કુમાર વિશ્વાસએ પણ મોઢા બાંધીને અને કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

English summary
Delhi Chief Minister Sheila Dikshit faced public rage on Friday when she was forced to return from Jantar Mantar where she went to take part in mourning the death of the gang rape victim.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X