For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી ભારતમાં PUBG નહિ રમી શકાય, જાણો કંપનીએ શું કહ્યું

આજથી ભારતમાં PUBG નહિ રમી શકાય, જાણો કંપનીએ શું કહ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ PUBG MOBILE અને પબજી મોબાઈલ લાઈટ 30 ઓક્ટોબરથી ભારતમાં સંપૂર્ણપણે બંધ થઈ જશે. આ વાતની ઘોષણા ગુરુવારે ટેન્સેન્ટ તરફથી કરવામાં આવી. જણાવી દઈએ કે ભારતે 2 સપ્ટેમ્બરે 118 મોબાઈલ એપ્સ પ્રતિબંધિત કરી હતી જમાં પબ્જી મોબાઈલ પણ સામેલ હતી. જો કે પબ્જી બેન થયા બાદ પણ મોબાઈલમાં પહેલેથી ડાઉનલોડ થયેલી ગેમ રમાઈ રહી હતી પરંતુ હવે 30 ઓક્ટોબરથી મોબાઈલમાં ડાઉનલોડ કરેલી હશે તે ગેમ પણ નહિ ચાલે.

pubg

પબજી મોબાઈલ ગેમના ઓનર કંપની ટેંસેન્ટ ગેમ્સે આ વાતનું એલાન કર્યું છે. ફેસબુક પોસ્ટમાં કંપનીએ લખ્યું કે, 'ભારતમાં પબજી મોબાઈલ અને પબજી મોબાઈલ લાઈટ ફેન્સને સમર્થન કરવા માટે તમારા બધા ફેન્સનો આભાર. 2 સપ્ટેમ્બર 2020ના રોજ ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયના અંતરિમ આદેશનું પાલન કરવા માટે ટેન્સેન્ટ ગેમ્સ ભારતમાં પોતાની બધી જ સેવાઓ 30 ઓક્ટોબરથી બંધ કરી રહ્યું છે. પબ્જી મોબાઈલને ભારતમાં ફરીથી લાવવા માટે પબજી મોબાઈલના ડેવલપર પબજી કોર્પોરેશનને બધા અધિકાર સોંપી રહ્યા છે. યૂઝર્સના ડેટાની સુરક્ષા કરવી અમારી પ્રાથમિકતા રહી છે. અમે હંમેશા ભારતમાં લાગૂ ડેટા સુરક્ષા કાનુનો અને નિયમોનુ્ં અનુપાલન કર્યું છે. મામ ઉપોગકર્તાઓની ગેમપ્લે જાણકારીને અમે ગોપનીયતા નીતિમાં જણાવ્યા મુજબ પારદર્શી રીતે સંસોધિત કરવામાં આવે છે. આ પરિણામ પર અમને અફસોસ છે, અને ભારતમાં પબજી મોબાઈલ માટે તમારા સમર્થન અને પ્યાર માટે ઈમાનદારીથી ધન્યવાદ.'

શું PUBG Ban થયા પછી પણ ભારતમાં રમી શકાશે?શું PUBG Ban થયા પછી પણ ભારતમાં રમી શકાશે?

118 એપ્સ સાથે 2 સપ્ટેમ્બર 2020ના રોજ ભારતે પબ્જીને બેન કરી દીધી હતી. ભારત સરકારે આ એપ્સને બંધ કરવા પાછળનું કારણ ચીનથી ખતરો ગણાવ્યું હતું. જો કે પબજી મોબાઈલ ડેવલપર પબજી કોર્પે લિંક્ડઈન પર એક પોસ્ટમાં કહ્યું હતું કે ભારતમાં બેટલ રૉયલ સ્ટાઈવ ગેમ્સની ભારતમાં વાપસીની સંભાવના છે. જેનો મતલબ એ છે કે પબજી ભારતમાં જલદી જ કમબેક કરી શકે છે. પબજી એક સાઉથ આફ્રીકી કંપની PUBG Corporationની છે, જેની ગેમ ડેવલપર ચાઈનીઝ કંપની ટેન્સેન્ટ સાથે ડીલ હતી.

English summary
PUBG cannot be played in India from today, find out what the company said
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X