For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુડુચેરીનો વિકાસ રોકી રહ્યા હતા કિરણ બેદી, છેવટે જનતાની થઈ જીતઃ સીએમ નારાયણસામી

કિરણ બેદીને હટાવાયા બાદ પુડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામીએ કહ્યુ કે આ રાજ્યની જનતાની જીત છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પુડુચેરીની કોંગ્રેસ સરકાર અને ઉપરાજ્યપાલ કિરણ બેદીમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ વિવાદ વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંગળવારે કિરણ બેદીને તેમના પદ પરથી હટાવી દીધા. કિરણ બેદીના સ્થાને તેલંગાનાના રાજ્યપાલ તમિલસાઈ સુંદરરાજનને પુડુચેરીના ઉપરાજ્યપાલનો અધિક પ્રભાર સોંપવામાં આવ્યો છે. ઉપરાજ્યપાલ પદેથી કિરણ બેદીને હટાવાયા બાદ પુડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામીએ કહ્યુ કે આ રાજ્યની જનતાની જીત છે. સીએમ નારાયણસામીએ આરોપ લગાવ્યો કે કિરણ બેદી પુડુચેરીમાં એક સમાનાંતર સરકાર ચલાવી રહ્યા હતા.

narayansami

મુખ્યમંત્રી વી નારાયણ સામીએ કહ્યુ, 'અમારા દબાણના કારણે ભારત સરકારે કિરણ બેદીને પુડુચેરીના ઉપરાજ્યપાલ પદેથી હટાવી દીધા. આ પુડુચેરીને જનતાની એક મોટી જીત છે. કિરણ બેદીએ રાજ્યની સરકારની કલ્યાણકારી યોજનાઓને રોકીને પુડુચેરીના વિકાસમાં અડચણો નાખી. અમે છેલ્લા સાડા ચાર વર્ષથી કિરણ બેદીને હટાવવાની માંગ કરી રહ્યા હતા અને આના માટે અમે કેન્દ્ર સરકાર સામે એક લાંબી લડાઈ લડી. આ મુદ્દે અમે માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને જ નહિ પરંતુ જનતાની વચ્ચે પણ ગયા. કિરણ બેદીને હટાવવાની માંગ માટે અમે ઘણા આંદોલન કર્યા.'

કિરણ બેદીએ ચૂંટેલી સરકારને નજરઅંદાજ કરીઃ નારાયણ સામી

નારાયણસામીએ આગળ કહ્યુ, 'આજે પુડુચેરીની જનતા ખુશ છે કારણકે અત્યાર સુધી તેમના માટે કરવામાં આવી રહેલ વિકાસ કાર્યોને રોકવામાં આવી રહ્યા હતા. કિરણ બેદી જનતાની ચૂંટેલી સરકારને નજરઅંદાજ કરી રહ્યા હતા. રોજ પ્રશાસનિક કાર્યોમાં તેમનો હસ્તક્ષેપ વધી રહ્યો હતો. દેશના ઈતિહાસમાં આવુ પહેલા ક્યારેય સાંભળ્યુ નથી કે ઉપરાજ્યપાલ રાજ્ય સરકારના અધિકારીઓને સીધા નિર્દેશ આપે. આ રીતે કિરણ બેદી પુડુચેરીમાં સમાનાંતર સરકાર ચલાવી રહ્યા હતા જે સંપૂર્ણપણે બંધારણની વિરુદ્ધ છે.'

લાલ કિલ્લા પર હિંસા મામલે મોસ્ટ વૉન્ટેડ મનિંદર સિંહની ધરપકડલાલ કિલ્લા પર હિંસા મામલે મોસ્ટ વૉન્ટેડ મનિંદર સિંહની ધરપકડ

English summary
Puducherry CM Narayanasamy reaction on removal of Kiran Bedi removel as LG.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X