For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામા હુમલોઃ કાશ્મીરમાં ભાજપ ફેલ, રાજ્યપાલે માન્યુ થઈ ચૂકઃ સુબ્રમણ્યમ સ્વામી

જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે સુરક્ષામાં થયેલી ચૂક પર સવાલ ઉઠાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના પુલવામામાં જે રીતે ફિદાયીન હુમલામાં 40થી વધુ જવાનોના મોત થઈ ગયા ત્યારબાદ તમામ રાજકીય દળો અને નેતા પાકિસ્તાન પર નિશાન સાધી રહ્યા છે. પરંતુ આ દરમિયાન જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે સુરક્ષામાં થયેલી ચૂક પર સવાલ ઉઠાવ્યા છે. રાજ્યપાલે આ વાતનો સ્વીકાર કર્યો છે કે સીએઆરપીએફના જવાનો પર આ હુમલો આપણી ચૂકના કારણે થયો છે. તેમણે કહ્યુ કે આ ખુફિયા વિભાગની મોટી ચૂક છે જેના કારણે આ હુમલો થયો છે.

સ્વામીએ ઉઠાવ્યો સવાલ

સ્વામીએ ઉઠાવ્યો સવાલ

વળી, આ આતંકી હુમલા વિશે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ કે ભાજપ જમ્મુ કાશ્મીરમાં ફેલ થઈ ગઈ છે અને તે કાશ્મીરમાં જવાબી કાર્યવાહી કરવામાં પણ નિષ્ફળ રહી છે. પરંતુ તેમણે કહ્યુ કે ભાજપ પોતાને ફરીથી તૈયાર કરી શકે છે અને પાકિસ્તાનને તહેસ-નહેસ કરી શકે છે. તેમણે કહ્યુ કે 2019ની લોકસભા ચૂંટણીમાં કાશ્મીર મુખ્ય મુદ્દો હોવો જોઈએ.

રાજ્યપાલે ઉઠાવ્યા સવાલ

રાજ્યપાલે ઉઠાવ્યા સવાલ

રાજ્યપાલે કહ્યુ કે જે જગ્યાએ આ ઘટના બની ત્યાં હાઈવે ચેકિંગ કરવામાં આવ્યુ નહોતુ. હાઈવે પર કોઈ કારમાં આટલો બધો વિસ્ફોટક લઈને ઉભુ હતુ અને અમને આની ભનક પણ ન લાગી. તેમણે કહ્યુ કે એ વાતમાં કોઈ શંકા નથી કે આ હુમલો ઘણો મોટો હતો અને આની પાછળ પાકિસ્તાનનો હાથ છે. છેલ્લા ઘણા સમયથી જે રીતે સેનાના જવાન આતંકીઓ સામે ઘાટીમાં કાર્યવાહી કરી રહ્યા છે તેના કારણે આ મોટો હુમલો કરવામાં આવ્યો છે. આ રીતના ઑપરેશનના કારણે પાકિસ્તાન પર કંઈ મોટુ કરવાનું દબાણ રહે છે.

હુમલા પાછળ પાકિસ્તાન

હુમલા પાછળ પાકિસ્તાન

રાજ્યપાલ મલિકે કહ્યુ કે તમામ ઑપરેશનને સફળતાપૂર્વક કરવામાં આવ્યુ. આ આતંકી જંગલમાં છૂપાયા હતા. પાકિસ્તાન આ આતંકીઓ દબાણ કરતા રહે છે કે તે એક્શન લે. રાજ્યપાલે કહ્યુ કે આ કાર્યવાહી પાકિસ્તાનના દબાણમાં પાકિસ્તાનના સમર્થન સાથે કરવામાં આવી છે. વળી, જ્યારે સત્યપાલ મલિકને પૂછવામાં આવ્યુ કે શું ભારત વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક કરવી જોઈએ આના પર રાજ્યપાલે કહ્યુ કે કંઈક તો જરૂર કરવુ જોઈએ અને કંઈક જરૂર કરવામાં આવશે.

મુફ્તીએ રાજ્યપાલ પર સાધ્યુ નિશાન

મુફ્તીએ રાજ્યપાલ પર સાધ્યુ નિશાન

ઘાટીમાં મુખ્યધારાના રાજકારણ પર પણ સત્યપાલ મલિકે નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે છેલ્લા 15 દિવસોમાં મહેબૂબા મુફ્તીના નિવેદનો પર નજર નાખો. જે પણ આતંકવાદી પરતો હતો તે એના ઘરે જતા હતા. વળી, રાજ્યપાલના નિવેદન પર મહેબૂબા મુફ્તીએ આકરી ટીકા કરતા કહ્યુ કે છેવટે કેમ 2000થી વધુ જવાનોને એક સાથે જવાની પરવાનગી આપવામાં આવી. તેમણે પૂછ્યુ કે શું હવાઈ યાત્રા માત્ર રાજકારણીઓ માટે છે. અમારા પર આરોપ લગાવવા સરળ છે. જમ્મુ કાશ્મીર રાજ્યપાલ શાસન હેઠળ છે માટે રાજ્યપાલ પોતાની જવાબદારીમાંથી બચી ન શકે.

કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંધવીએ પણ મલિકના નિવેદનની ટીકા કરી છે. તેમણે કહ્યુ કે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલનું નિવેદન સ્પષ્ટ કરે છે કે અહીં ખુફિયા વિભાગની બેદરકારી છે. આ નિવેદન તેમણે ખુલ્લી રીતે આપ્યુ છે. એવામાં સવાલ ઉઠે છે કે જો રાજ્યમાં રાજ્યપાલ શાસન છે તો છેવટે આ હુમલાની જવાબદેહી કોની છે.

આ પણ વાંચોઃ પુલવામા હુમલોઃ સલમાનથી લઈ અક્ષય સુધી જવાનોની શહીદી પર ભડક્યુ બોલિવુડ, જુઓ પ્રતિક્રિયાઆ પણ વાંચોઃ પુલવામા હુમલોઃ સલમાનથી લઈ અક્ષય સુધી જવાનોની શહીદી પર ભડક્યુ બોલિવુડ, જુઓ પ્રતિક્રિયા

English summary
Pulwama Attack: Jammu Kashmir governor questions security lapse Subramanina swamy says BJP failed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X