For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામા હુમલોઃ શહીદ જવાનના પરિવારને 1 કરોડ આપશે કમલનાથ સરકાર

મધ્ય પ્રદેશની કમલનાથ સરકારે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાન અશ્વિની કુમારના પરિવારને એક કરોડની આર્થિક મદદ આપવાનું એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશની કમલનાથ સરકારે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાન અશ્વિની કુમારના પરિવારને એક કરોડની આર્થિક મદદ આપવાનું એલાન કર્યુ છે. આ ઉપરાંત કમલનાથ સરકારે શહીદ જવાનના પરિવારને ઘર અને એક સભ્યને શાસકીય નોકરી આપવાનું એલાન પણ કર્યુ છે. ગુરુવારે જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં જબલપુરના સીઆરપીએફ જવાન અશ્વિની કુમાર કાછી શહીદ થયા હતા. આ આતંકી હુમલામાં અત્યાર સુધી 44 સીઆરપીએફ જવાન શહીદ થયા છે.

શહીદ જવાનાના પરિવારને 1 કરોડની આર્થિક મદદ આપશે કમલનાથ સરકાર

શહીદ જવાનાના પરિવારને 1 કરોડની આર્થિક મદદ આપશે કમલનાથ સરકાર

પુલવામા હુમલા પર દુઃખ વ્યક્ત કરતા મધ્ય પ્રદેશના સીએમ કમલનાથે કહ્યુ કે આ દુઃખના સમયમાં સરકાર શહીદ જવાનના પરિવાર સાથે છે. સીએમ ઓફસ મધ્ય પ્રદેશના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરવામાં આવ્યુ, ‘#pulwamaterrorattack માં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ. હુમલામાં જબલપુરના શહીદ સપૂત અશ્વિની કુમાર કાછીની શહીદીને નમન કરુ છુ. રાજ્ય સરકાર દ્વારા શહીદના પરિવારને 1 કરોડ રૂપિયા, 1 ઘર તેમજ પરિવારના 1 સભ્યને શાસકીય નોકરી આપવામાં આવશે. દુઃખની આ ઘડીમાં અમે તેમની સાથે છીએ - સીએમ કમલનાથ.'

પુલવામા હુમલામાં જબલપુરના જવાન અશ્વિની કુમાર કાછી શહીદ

ગુરુવારે જમ્મુ કાશ્મીરના પુલવામામાં અવન્તીપુરાના ગોરીપુરા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર મોટો ફિદાયીન આતંકી હુમલો થયો જેમાં 44 જવાન શહીદ થઈ ગયા. આ હુમલામાં ઘણા જવાન ઘાયલ થઈ ગયા. જે સમયે સીઆરપીએફના જવાન શ્રીનગર આવી રહ્યા હતા ત્યારે કાફલામાં લગભગ 2500 જવાન શામેલ હતા.

આતંકી હુમલામાં 44 જવાન શહીદ

આતંકી હુમલામાં 44 જવાન શહીદ

દક્ષિણ કાશ્મીરના પુલવામામાં ઉંઘ ઉડાવી દે તેવા આતંકી હુમલામાં 44 જવાન શહીદ થઈ ગયા. આ બધા જવવાન પોતાની રજાઓ પરથી ફરજ પર પાછા આવી રહ્યા હતા. જૈશ એ મોહમ્મદના હુમલાખોરે જવાનોના કાફલાને નિશાન બનાવ્યુ અને જોત જોતામાં આ હુમલો ઘાટીમાં થયેલ સૌથી મોટા આતંકી હુમલામાં ફેરવાઈ ગયો. પુલવામા હુમલા બાદ કૂટનીતિક પગલુ ઉઠાવીને ભારતે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો લઈ લીધો છે. પાક સામે મોટી કાર્યવાહીની માંગ સમગ્ર દેશ કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ પુલવામા આતંકી હુમલાના શહીદોને સીએમ રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ, કાર્યક્રમો રદઆ પણ વાંચોઃ પુલવામા આતંકી હુમલાના શહીદોને સીએમ રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ, કાર્યક્રમો રદ

English summary
pulwama attack: kamalnath govt announce one crore and flat to crpf martyr's family
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X