‘દેશના જવાનોનું મનોબળ ઉંચુ છે, આતંકવાદીઓનો સફાયો કરવામાં આપણે સફળ'
ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે દેશના જવાનોનું મનોબળ બહુ ઉંચુ છે. રાજનાથ સિંહે કહ્યુ કે દેશના જવાન આતંકવાદનો સફાયો કરવામાં સફળ થઈ રહ્યા છે.
જમ્મુ કાશ્મીરના પુલવામામાં ગયા સપ્તાહે સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલા બાદ ઘાટીમાં આતંકવાદીઓ સામે ઑપરેશન સતત ચાલુ છે. પુલવામામાં સોમવારે થયેલી અથડામણમાં બે આતંકોને ઠાર મરાયા છે. જો કે આમાં સેનાના ચાર જવાન પણ શહીદ થયા છે. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે દેશના જવાનોનું મનોબળ બહુ ઉંચુ છે. રાજનાથ સિંહે કહ્યુ કે દેશના જવાન આતંકવાદનો સફાયો કરવામાં સફળ થઈ રહ્યા છે.

આ પહેલા રવિવારે ભૂવનેશ્વરમાં રાજનાથ સિંહે કહ્યુ હતુ કે પુલવામા હુમલાનો બદલો લઈને રહીશુ. રાજનાથ સિંહે કહ્યુ, 'હું સમજી શકુ છુ કે બધાના દિલમાં શું તડપ છે કે જે આતંકવાદીઓએ કર્યુ છે તેનો બદલો કેવી રીતે લેવામાં આવે.' રાજનાથ સિંહે કહ્યુ હતુ કે ગૃહમંત્રી તરીકે દેશને સુનિશ્ચિત કરવા ઈચ્છુ છુ કે જવાનોનું બલિદાન વ્યર્થ નહી જાય.
પુલવામા ઘટનાના બીજા દિવસે રાજનાથ સિંહે જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો. જ્યાં તેમણે પાકિસ્તાન અને ઘાટીમાં છૂપાયેલા આતંકવાદીઓને ચેતવણી આપી હતી. સરકારે કહ્યુ છે કે તેમણે સીઆરપીએફના જવાનોને ખુલ્લી છૂટ આપી દીધી છે. ગયા સપ્તાહે જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતિપોરાથી થઈને સેનાનો એક કાફલો નીકળી રહ્યો હતો જેમાં આતંકી એક કાર લઈને ઘૂસી ગયો અને ધમાકો કરી દીધો. આ હુમલામાં 40થી વધુ જવાનોના મોત થયા અને ઘણા ઘાયલ પણ થઈ ગયા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાનમાં સંચાલિત જૈશ એ મોહમ્મદે લીધી છે.












Click it and Unblock the Notifications
