For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામા હુમલો: ભારતની ચેતવણી ઉપર પાકિસ્તાન ભયભીત, LoC પર સેનાઓ હાઈ એલર્ટ પર

14 મી ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકવાદી હુમલા બાદથી જ પાકિસ્તાનમાં અફરા તફરીનો માહોલ છે.

|
Google Oneindia Gujarati News

14 મી ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકવાદી હુમલા બાદથી જ પાકિસ્તાનમાં અફરા તફરીનો માહોલ છે. પાકિસ્તાનના પક્ષે દરેક હુમલાનો ઇનકાર કર્યો હોવા છતાં, કેટલીક રીતે તેની ઉપર આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું છે. એ જ દબાણનું જ પરિણામ છે કે પાકિસ્તાન તેમના દળોને જમ્મુ અને કાશ્મીરની એલઓસી અને આંતરરાષ્ટ્રીય બોર્ડર પર હાઇ-એલર્ટ મૂક્યું છે. ભારત તરફથી પાકિસ્તાન પર દબાણ લાવવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયો વચ્ચે તમામ ડિપ્લોમૅટિક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ દબાણને લીધે પાકિસ્તાન હવે ચિંતિત છે. પુલવામા આતંકવાદી હુમલામાં લગભગ 40 સૈનિકો શહીદ થયા અને કેટલાક ઘાયલ થયા છે. આ હુમલા સાથે, બે દાયકા પછી ખીણમાં સૌથી વધુ ખતરનાક હુમલો જોવા મળ્યો હતો.

ભારતે બદલો લેવાની ચેતવણી આપી

ભારતે બદલો લેવાની ચેતવણી આપી

ભારતે શુક્રવારે પુલવામા હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરવ્યું છે. તે સાથે જ ભારતના વિદેશ મંત્રાલયના અધિકારી યૂનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલના પી5 દેશોની મુલાકાત કરવામાં લાગી ગયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી પણ પાકિસ્તાનને બદલાની ચેતવણી આપવામાં આવી છે. તેઓએ સ્પષ્ટ કર્યું છે કે સૈન્ય નક્કી કરશે કે તેઓએ આ હુમલાનો બદલો કેવી રીતે લેવાનો છે. સરકાર વતી સૈન્યને સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે. પાકિસ્તાનએ પણ પી5 દેશોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને પુલવામા હુમલાને ભારતનું આયોજન ગણાવ્યું હતું.

પાકિસ્તાન તેની વિશ્વસનીયતા બચાવવામાં લાગ્યું

પાકિસ્તાન તેની વિશ્વસનીયતા બચાવવામાં લાગ્યું

પાકિસ્તાનની વિદેશ સચિવ તહમિના જંજુઆએ પી5 દેશો અમેરિકા, ચીન, રશિયા, બ્રિટન અને ફ્રાન્સના રાજદૂતો સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત વિદેશ મંત્રાલય તરફથી સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી છે. પાકિસ્તાનનું કહેવું છે કે કોઈ સબૂત વગર ભારત જૂઠા આરોપો લગાવી રહ્યું છે. શુક્રવારે અમેરિકાનાં રાજદૂત પૌલ જોન્સે પાકિસ્તાનની વિદેશ સચિવ તહમિના જંજુઆને બોલાવી હતી. જોન્સે તેમના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વતી તહમિનાને એક કડક સંદેશ આપવા માટે બોલાવી હતી.

અમેરિકાએ છોડ્યો સાથ

અમેરિકાએ છોડ્યો સાથ

પાકિસ્તાનના અમેરિકન દૂતાવાસના પ્રવક્તા રિચાર્ડ સ્નેલસાઈરના તરફથી કહેવામાં આવ્યું હતું કે આ મીટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ હતી. પરંતુ રિચર્ડે મીટિંગથી સંબંધિત માહિતી શેર કરવાનો ઇનકાર કર્યો હતો. તો સૂત્રોએ જણાવ્યું હતું કે આ મીટિંગમાં પાકિસ્તાનને અમેરિકાએ હુમલા પછી થનારી પરિસ્થિતિ અંગે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. અમેરિકાના વિદેશી મંત્રી માઇક પોંપેયો દ્વારા પણ એવું જ કહેવામાં આવ્યું છે અને તેમણે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાનએ દેશમાં રહેલા આતંકવાદી ઠેકાણાને ખતમ કરવા જોઈએ. પોંપેયોએ ટ્વીટ પણ કર્યું છે કે ભારત આતંકવાદનો સામનો કરી રહ્યું છે અને પાકિસ્તાનમાં હાજર આતંકવાદીઓના સલામત ઠેકાણાઓ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે મોટો ખતરો છે.

English summary
Pulwama attack: Pakistan fearing action putting his army on high alert along LoC and International Border in Jammu Kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X