For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામા એટેકઃ અમેરિકાએ આતંકવાદ સામેની લડાઈમાં ભારતનો સાથ આપવાનું કર્યુ એલાન

પુલવામામાં જે રીતે આતંકવાદી હુમલામાં 44 જવાનોના મોત નીપજ્યા તે બાદ દુનિયાભરના દેશ આ હુમલાને વખોડી રહ્યા છે અને દુઃખની આ ઘડીમાં ભારત સાથે છે.

|
Google Oneindia Gujarati News

પુલવામામાં જે રીતે આતંકવાદી હુમલામાં 44 જવાનોના મોત નીપજ્યા તે બાદ દુનિયાભરના દેશ આ હુમલાને વખોડી રહ્યા છે અને દુઃખની આ ઘડીમાં ભારત સાથે છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે આ હુમલાની ટીકા કરતા કહ્યુ અમે મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ, અમે કામના કરીએ છીએ કે ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે અમેરિકા આતંકવાદ સામેની લડાઈમાં ભારત સાથે છે.

US

યુએન દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી છે તેને એક ઘૃણાસ્પદ કૃત્ય ગણાવવામાં આવ્યુ છે. અમે તમામ દેશોને કહેવા ઈચ્છીએ છીએ કે તે યુએન સિક્યોરિટી કાઉન્સિલના રિઝોલ્યુશનને સ્વીકારે અને પોતાના દેશમાં આતંકવાદને શરણ આપવાનું બંધ કરે. વળી, યુનાઈટેડ નેશન્સે પણ પુલવામા હુમલાની નિંદા કરી છે. યુએન તરફથી કહેવામાં આવ્યુ છે કે અમે મૃતકોન પરિવાર પ્રત્યે પોતાની સંવેદના પ્રગટ કરીએ છીએ. અમે કામના કરીએ છીએ કે ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય અને એ લોકોને તેમના અંજામ સુધી પહોંચાડવામાં આવે જેમણે આ હુમલા કરાવ્યો છે.

પુલવામા આતંકી હુમલા બાદ સતત દુનિયાભરના તમામ દેશ મૃતકોના પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી રહ્યા છે અને ભારત સરકારનો સાથ આપવાની વાત કરી રહ્યા છે. શ્રીલંકા, નેપાળ, માલદીવ, બાંગ્લાદેશ સહિત તમામ પડોશી દેશોએ પણ આ હુમલાની નિંદા કરીને આતંકવાદ સામેની લડાઈમાં ભારતનો સાથ આપવાની વાત કરી છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાને પુલવામા આતંકી હુમલામાં હાથ હોવાનો કર્યો ઈનકાર, 'આ ગંભીર ચિંતાનો વિષય'આ પણ વાંચોઃ પાકિસ્તાને પુલવામા આતંકી હુમલામાં હાથ હોવાનો કર્યો ઈનકાર, 'આ ગંભીર ચિંતાનો વિષય'

English summary
Pulwama Attack: US Department of State condemns terror attack supports India against the battle of terrorism.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X