Pulwama Attack Update: અમે ભૂલીશું નહીં અને માફ પણ નહીં કરીયે: CRPF

જમ્મુ અને કાશ્મીરના અવંતીપુરામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ સીઆરપીએફના જવાનોને નિશાન બનાવ્યા અને જવાનોની બસ પર થયેલ ફિદાયીન હુમલામાં 42 જવાનો શહીદ થઈ ગયા.

જમ્મુ અને કાશ્મીરના અવંતીપુરામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ સીઆરપીએફના જવાનોને નિશાન બનાવ્યા અને જવાનોની બસ પર થયેલ ફિદાયીન હુમલામાં 42 જવાનો શહીદ થઈ ગયા. આ આતંકી હુમલામાં જે કારનો ઉપયોગ કરી આતંકીએ સીઆરપીએફની બસને ટક્કર મારી તે કારમાં 200 કિલો વિસ્ફોટક ભરેલ હતો. આ વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે 5 કિલોમીટર સુધી અવાજ સંભળાયો હતો.

Pulwama Attack Update

જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ સીઆરપીએફની બસ પર આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારી છે. પીએમ મોદીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલ આતંકી હુમલાની આકરી નિંદા કરી છે. તેમણે ટ્વીટર પર કહ્યું કે આપણા બહાદુર જવાનોનું બલિદાન વ્યર્થ નહિ જાય. પીએમ મોદીએ જણાવ્યું કે પુલવામામાં હુમલાને જોતા સ્થિતિને લઈ મેં ગૃહમંત્રી રાજનાથ સિંહ અને અન્ય શીર્ષ અધિકારીઓ સાથે વાતચીત કરી છે.

Feb 15, 2019, 1:43 pm IST

પુલવામાં હુમલા વિરુદ્ધમાં કઠુઆમાં પ્રદર્શન, સ્થાનીય લોકોએ પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કર્યું
Feb 15, 2019, 1:42 pm IST

પુલવામાં હુમલા પર સીઆરપીએફ ટવિટ, અમે ભૂલીશું નહિ અને માફ પણ નહીં કરીયે, અમે શહીદોને સલામ કરીયે છે, અમે તેમના પરિવાર સાથે છે આ હુમલાનો બદલો લેવામાં આવશે
Feb 15, 2019, 12:32 pm IST

આતંકીઓ આપણા દેશને વહેંચવા માંગે છે અમે સરકાર અને સુરક્ષાબળો સાથે છીએ: રાહુલ ગાંધી
Feb 15, 2019, 12:31 pm IST

પુલવામાં હુમલા પર રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફ્રન્સ, આ ઘટના દુઃખદ છે આ હુમલો ભારતની આત્મા પર હુમલો છે
Feb 15, 2019, 11:31 am IST

પીએમ મોદીએ પુલવામા આતંકવાદી હુમલામાં દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આખો દેશ ગુસ્સામાં છે તેમનું લોહી ઉકળી રહ્યું છે
Feb 15, 2019, 11:30 am IST

વિશ્વના તમામ દેશોએ પુલવામા હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે માનવતાવાદી દળો સાથે મળીને લડવું પડશે.
Feb 15, 2019, 11:30 am IST

પીએમ મોદીએ કહ્યું કે આ હુમલાના દોષીઓએ મોટી કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાનને લક્ષ્યાંક બનાવતા, વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત પાડોશી દેશના ઈરાદા પુરા નહીં થવા દે.
Feb 15, 2019, 10:59 am IST

પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ કરવાની વાત થઇ પાકિસ્તાન પાસેથી Most Favoured Nation દરજ્જો ભારત પાછો લેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો
Feb 15, 2019, 10:58 am IST

થોડા જ સમયમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ શ્રીનગર જવા માટે રવાના થશે
Feb 15, 2019, 10:41 am IST

પીએમ મોદીએ મધ્યપ્રદેશમાં થનારી જનસભા રદ કરી, ભાજપા અધ્યક્ષ અમિત શાહે પણ બધા જ રાજનૈતિક કાર્યક્રમો કેન્સલ કર્યા.
Feb 15, 2019, 10:23 am IST

શહીદોનું પાર્થિવ શરીર લાવવા માટે વાયુસેનાનું વિમાન સી17 રવાના, પાર્થિવ શરીર દિલ્હી લાવવામાં આવશે
Feb 15, 2019, 10:22 am IST

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને પુલવામાં હુમલાની નિંદા કરી, શહીદ જવાનોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
Feb 15, 2019, 10:20 am IST

પીએમ આવાસ પર સીસીએસ મિટિંગ ચાલુ, રક્ષામંત્રી, ગૃહમંત્રી અને અજિત ડોભાલ સહીત વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ જોડાયા
Feb 15, 2019, 10:18 am IST

ભાગલપુર સીઆરપીએફ જવાન રતન ઠાકુર આતંકી હુમલામાં શહીદ, પિતાએ કહ્યું કે દેશ માટે મારો દીકરો શહીદ થયો છે, હું બીજા દીકરાને પણ સેનામાં મોકલીશ
Feb 15, 2019, 10:17 am IST

પુલવામાં હુમલામાં 44 સીઆરપીએફ જવાનો શહીદ થયા, ઘણા જવાનો ઘાયલ થયા છે
Feb 15, 2019, 10:15 am IST

રાજ્યપાલ સત્યપાલ મલિક ઘ્વારા જણાવવામાં આવ્યું કે પાકિસ્તાનમાં આતંકીઓ ખુલ્લેઆમ રેલીઓ કરે છે, ભારત વિરુદ્ધ નારેબાજી કરે છે
Feb 15, 2019, 10:14 am IST

આતંકી હુમલામાં સીઆરપીએફ જવાન રમેશ યાદવ શહીદ, તેના વારાણસી સ્થિત ઘરમાં કોહરામ મચ્યો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X