For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રઃ પુત્રીએ પોતાની માતાના ગર્ભમાંથી આપ્યો પોતાના બાળકને જન્મ

મહારાષ્ટ્રના પૂણેમાં એક પુત્રીએ પોતાની માના ગર્ભથી પોતાના બાળકને જન્મ આપ્યો છે. આ સાંભળવામાં ભલે વિચિત્ર લાગી રહ્યુ હોય પરંતુ સત્ય છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના પૂણેમાં એક પુત્રીએ પોતાની માના ગર્ભથી પોતાના બાળકને જન્મ આપ્યો છે. આ સાંભળવામાં ભલે વિચિત્ર લાગી રહ્યુ હોય પરંતુ સત્ય છે અને આવુ ગર્ભાશય (Uterus) ટ્રાન્સપ્લાન્ટથી સંભવ બની શક્યુ છે. પૂણેમાં એક વર્ષ પહેલા મીનાક્ષી વાલનનું ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આયુ હતુ અને હવે દોઢ વર્ષ બાદ તેમણે એક પુત્રીને જન્મ આપ્યો છે. મીનાક્ષીને ગર્ભાશય તેની મા એ જ આપ્યુ છે. ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ દ્વારા જન્મેલ આ બાળક સમગ્ર એશિયામાં પ્રથમ છે.

આ પણ વાંચોઃ દશેરા રેલીમાં ભાગવતે કેમ છેડ્યો રામ રાગ, આ છે કારણઆ પણ વાંચોઃ દશેરા રેલીમાં ભાગવતે કેમ છેડ્યો રામ રાગ, આ છે કારણ

Uterus Transplant

ગુજરાતની રહેવાસી મીનાક્ષી વાલનનું ગર્ભાશય ક્ષતિગ્રસ્ત થઈ ગયુ હતુ અને ગર્ભધારણ થઈ શકતુ નહોતુ. ઈન્ડિયા ટુડેના જણાવ્યા મુજબ તેને એની માતાએ ગર્ભાશય આપ્યુ અને ગયા વર્ષે 18 મે ના રોજ તેના ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યુ. ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ બાદ તેને ઘણા સમય સુધી ડૉક્ટરોએ મોનિટર કર્યુ. મીનાક્ષીની તબિયતમાં સુધારો થયા બાદ તેને ગુજરાત મોકલી દેવામાં આવી. ત્યારબાદ જ્યારે ટ્રાન્સપ્લાન્ટ બાદ તેના પહેલી વાર પીરિયડ્ઝ થયા હતા ત્યારે ફરીથી પૂણે આવી.

આ પણ વાંચોઃ એમ જે અકબર માનહાનિ કેસઃ 31 ઓક્ટોબરે સાક્ષીઓના નિવેદનનું પરીક્ષણઆ પણ વાંચોઃ એમ જે અકબર માનહાનિ કેસઃ 31 ઓક્ટોબરે સાક્ષીઓના નિવેદનનું પરીક્ષણ

આ વર્ષે માર્ચમાં ભ્રૂણને તેના નવા ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવામાં આવ્યુ. 31 સપ્તાહ 5 દિવસો બાદ મીનાક્ષીનું સિઝેરિયન કરવામાં આવ્યુ અને તેણે પ્રીમેચ્યોર પુત્રીને જન્મ આપ્યો. તેણે પૂણેની ગેલેક્સી કેર હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો. આ સમગ્ર ચમત્કાર પાછળ ડૉ. શૈલેષ પુતામ્બેકરે જણાવ્યુ કે આવુ સમગ્ર એશિયામાં પહેલી વાર થયુ છે. તેમણે જણાવ્યુ કે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ દ્વારા જન્મેલ આ 12મુ બાળક છે. અત્યાર સુધીમાં ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટથી સ્વીડનમાં 9 બાળકો અને અમેરિકામાં 2 બાળકો જન્મ્યા છે.

English summary
Pune: Woman Delivers Baby Girl After Uterus Transplant Which Her Mother Donated Her, First Case In Asia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X