For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબમાં તૂટ્યો પાક ખરીદીનો 5 વર્ષનો રેકૉર્ડ, આપની સરકાર બનવા પર વેચાયા 4.3 લાખ મેટ્રિક ટન ઘઉં

પંજાબમાં ઘઉંની ખરીદીનો છેલ્લા પાંચ વર્ષનો રેકૉર્ડ તૂટી ગયો છે.

|
Google Oneindia Gujarati News

લુધિયાણાઃ પંજાબમાં ઘઉંની ખરીદીનો છેલ્લા પાંચ વર્ષનો રેકૉર્ડ તૂટી ગયો છે. અહીં મંડીઓમાં અત્યાર સુધીમાં 4.3 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદીવામાં આવી ચૂક્યા છે. રાજ્યની નવી ચૂંટાયેલી આમ આદમી પાર્ટી(આપ)ની સરકારે ઘોષણા કરી હતી કે આ વખતે ખેડૂતો પાસેથી ઘઉંની વધુ ખરીદી થશે. મુખ્યમંત્રી ભગવંત માને એલાન કર્યુ હતુ કે ખેડૂતોની પાકની ખરીદીના 24 કલાકના સમયમાં ચૂકવણી કરી દેવામાં આવશે માટે અહીં ચૂકવણીને લઈને પણ નવો રેકૉર્ડ બન્યો છે.

wheat

'આપ'ની સરકારના જણાવ્યા મુજબ રાજ્યમાં 10લ એપ્રિલ સુધી ખેડૂતોના પાકની ખરીદીના 138 કરોડ રૂપિયા સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવી ચૂક્યા છે. સરકારી પ્રવકતાએ જણાવ્યુ કે રાજ્યના મોટાભાગના હિસ્સાઓમાં ઘઉંની આવક વધી છે. 10 એપ્રિલ સુધી સરકારી એજન્સીઓએ ઘઉંની કુલ ખરીદીએ છેલ્લા પાંચ વર્ષોમાં આ તારીખ સુધી ઘઉંની ખરીદીના બધા રેકૉર્ડ તોડી દીધા છે. આપની સરકારના પ્રવકતાએ કહ્યુ કે આ વર્ષે સરકારી એજન્સીઓએ અત્યાર સુધી 4.3 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરી છે જ્યારે આ સમય દરમિયાન વર્ષ 2018માં ઘઉંની ખરીદી 38,019 મેટ્રિક ટન હતી.

રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માને થોડા દિવસો પહેલા જ એશિયાની સૌથી મોટી અનાજ મંડી કહેવાતી પંજાબની ખન્ના મંડીનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે ખરીદ-વ્યવસ્થાનુ મૂલ્યાંકન કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે હવે દેશના કોઈ પણ વિસ્તારનો વેપારી પંજાબમાં ઘઉંની ખરીદી કરી શકશે, આના માટે તેણે આરડીએફ ચૂકવવાનુ રહેશે. તેમણે કહ્યુ હતુ, 'હું એ પણ જણાવી દઉ છુ કે અમારી સરકાર બધી મંડીઓમાં ઘઉંની ખરીદી કરશે.' માનની ઘોષણા બાદ હવે એ દેખાઈ રહ્યુ છે કે ખન્ના મંડીમાં અનાજની બોરીઓ જ બોરીઓ આવવા લાગી છે. રાજ્યભરના ખેડૂતો પોતાના ઘઉં વેચવા માટે અહીં લાવી રહ્યા છે. માનનુ કહેવુ છે કે અમારી સરકારી મંડીઓમાં એમએસપીથી વધુ ભાવ પર ઘઉં ખરીદવાનારા વેપારીઓે પ્રોત્સાહિત કરશે.

English summary
Punjab: 4.3 lakh metric tonnes of wheat sold this year so far, AAP government was announced easy payments for farmers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X