Pics: સની દેઓલે સુવર્ણ મંદિરમાં ટેકવ્યુ માથુ, આજે ગુરદાસપુરમાં કરશે નામાંકન

ગુરદાસપુરમાં ભાજપ ઉમેદવાર અને બોલિવુડના સુપરસ્ટાર સની દેઓલ આજે પોતાનું નામાંકન ભરવાના છે.

ગુરદાસપુરમાં ભાજપ ઉમેદવાર અને બોલિવુડના સુપરસ્ટાર સની દેઓલ આજે પોતાનું નામાંકન ભરવાના છે. નામાંકનની પ્રક્રિયા પહેલા સની દેઓલ સુવર્ણ મંદિર પહોંચ્યા અને બાબાના દ્વારે માથુ ટેકવીને પોતાના રાજકારણના નવા સફર માટે આશીર્વાદ માંગ્યા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટામાં સની દેઓલ વાદળી શર્ટમાં બાબા સાહેબના દ્વારા માથુ ટેકતા જોવા મળી રહ્યા છે.

સની દેઓલે સુવર્ણ મંદિરમાં ટેકવ્યુ માથુ

તમને જણાવી દઈએ કે રવિવારે સનીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતની માહિતી સ્વયં પીએમ મોદીએ ટ્વીટ કરીને લોકોને આપી હતી. પોતાના ટ્વીટમાં મોદીએ સનીની પ્રશંસા કરીને તેમની સુપર ડુપર હિટ ફિલ્મ ગદરનો જાણીતો ડાયલોગ પણ ટ્વીટ કર્યો હતો.

પીએમ મોદીએ સની સાથે કરી હતી મુલાકાત

મોદીએ ટ્વીટર પર લખ્યુ હતુ કે સની દેઓલ વિશે જે વસ્તુ પ્રભાવિત કરે છે તે છે તેમની વિનમ્રતાથ અને સારા ભારત માટે તેમનુ પેશન, અમારા બંનેનુ માનવુ છે કે હિંદુસ્તાન ઝિંદાબાદ હતુ, છે અને રહેશે.

દેશના યુવાનોને મોદીજીની જરૂર છેઃ સની દેઓલ

ઉલ્લેખનીય છે કે ભાજપમાં શામેલ થયા બાદ સની દેઓલે કહ્યુ હતુ કે જે રીતે મારા પપ્પા આ પરિવાર સાથે અટલજી સાથે જોડાયા હતા, આજે હું મોદીજી સાથે જોડાવા આવ્યો છું. તેમણે દેશ માટે ઘણુ બધુ કર્યુ છે, હું ઈચ્છુ છુ કે તે આ કામને આગળ ચાલુ રાખશે. દેશના યુવાને મોદીજી જરૂર છે.

સની દેઓલ એક ઉત્કૃષ્ટ અભિનેતાઃ નિર્મલા સીતારમણ

આ પ્રસંગે નિર્મલા સીતારમણે સની દેઓલની પ્રશંસા કરતા કહ્યુ હતુ કે તે ઘણા લોકપ્રિય અભિનેતા છે. મે જ્યારે આ સાંભળ્યુ કે તે ભાજપમાં શામેલ રહ્યા છે તો મારા દિમાગમાં તેમની ફિલ્મ ‘બોર્ડર' સામે આવી. જેણે દેશના દરેક નાગરિકની અંદર દેશભક્તિની ભાવના જગાડી. સીતારમણે કહ્યુ કે સની દેઓલે આ વાતને સમજે છે દેશના લોકોને કઈ રીતની ફિલ્મ પસંદ છે, તે મહાન હીરો છે, તેમના લોહીમાં કલા છે, ભાજપમાં હું તેમનુ સ્વાગત કરુ છુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X