For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાત પસાર કરવા માટે સીએમ ખટ્ટરે લેવી પડી હાઈકોર્ટની શરણ, જાણો શું છે મામલો

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં રાતે સુનાવણી થઈ જે સીએમ મનોહરલાલ ખટ્ટરના જીંદમાં રોકાવા પર વાંધો દર્શાવ્યા બાદ રાજ્ય સરકારના વકીલ દ્વારા ફાઈલ કરાવવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે રવિવારે મતદાન થશે. હરિયાણાની 10 લોકસભા સીટો પર પણ 12મેના રોજ મતદાન થવાનું છે. આ દરમિયાન એક ખૂબ જ અલગ મામલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં રાતે સુનાવણી થઈ જે સીએમ મનોહરલાલ ખટ્ટરના જીંદમાં રોકાવા પર વાંધો દર્શાવ્યા બાદ રાજ્ય સરકારના વકીલ દ્વારા ફાઈલ કરાવવામાં આવી હતી. વાસ્તવમાં, ચૂંટણી પ્રચાર 10મેના રોજ સમાપ્ત થઈ ગયુ હતુ અને 12મેના રોજ થનાર મતદાનને જોતા જીંદમાં સીએમના રોકાવા પર રિટર્નિંગ ઓફિસરે વાંધો વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ'1984 સિખ હુલ્લડો પર પિત્રોડાનું નિવેદન પાર્ટી લાઈનથી અલગ': રાહુલ ગાંધીઆ પણ વાંચોઃ'1984 સિખ હુલ્લડો પર પિત્રોડાનું નિવેદન પાર્ટી લાઈનથી અલગ': રાહુલ ગાંધી

રાતે 10.30 વાગે હાઈકોર્ટમાં થઈ સુનાવણી

રાતે 10.30 વાગે હાઈકોર્ટમાં થઈ સુનાવણી

હાઈકોર્ટના જજ રાજીવ શર્મા અને એચએસ સિદ્ધુની પીઠે મહાધિવક્તા કાર્યાલય દ્વારા તત્કાળ સુનાવણીની માંગ કર્યા બાદ લગભગ 10.30 વાગે સુનાવણી કરી. લગભગ 20 મિનિટની સુનાવણી બાદ અદાલતે સીએમને જીંદ/નરવાનામાં સરકારી વિશ્રામ ગૃહમાં આખી રાત રોકાવાની અનુમતિ આપી દીધી. બેંચે આ દલીલને સ્વીકારી લીધી કે સીએમ મોટી એક વારમાં 340 કિલોમીટરનું અંતર કાપવુ મુશ્કેલ રહેશે કારણકે બપોર બાદ હવામાનમાં ફેરફાર થવો શરૂ થઈ ગયો હતો અને ધૂળ ભરેલી આંધી ચાલી રહી હતી.

મંડીમાંથી આવતી વખતે જીંદમાં રોકાયા સીએમ ખટ્ટર

મંડીમાંથી આવતી વખતે જીંદમાં રોકાયા સીએમ ખટ્ટર

સીએમ ખટ્ટરે સિરસામાં મંડી ડબવાળીથી એક હેલીકોપ્ટરથી પાછુ જવાનું હતુ, જ્યાં તે શુક્રવારે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. પરંતુ ધૂળ સાથેના વાવાઝોડાના કારણે હેલીકોપ્ટર ઉડાન ભરી શક્યુ નહિ. એટલા માટે રસ્તા પર થઈને જીંદના નરવાનામાં રાતે પહોંચ્યા હતા. આ દરમિયાન ડેપ્યુટી કલેક્ટર (રિટર્નિંગ ઓફિસર) પ્રચાર સમાપ્ત થયા બાદ જીંદમાં સીમના રોકાવા પર વાંધો દર્શાવ્યો. રિટર્નિંગ ઓફિસરે કહ્યુ કે ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા બાદ મંત્રી અને ધારાસભ્ય સંસદીય ક્ષેત્રમાં ન રોકાઈ શકે પરંતુ તે એ જગ્યાના મતદાર નથી.

રિટર્નિંગ ઓફિસરે વ્યક્ત કર્યો વાંધો

રિટર્નિંગ ઓફિસરે વ્યક્ત કર્યો વાંધો

આ કેસમાં સીએમઓએ રાજ્ય ચૂંટણી અધિકારી અને ચૂંટણી કમિશનનો સંપર્ક કર્યો પરંતુ કોઈ પરિણામ મળ્યુ નહિ. ત્યારબાદ રાતે 8 વાગે આ મામલે એક અરજી કરવામાં આવી અને ચીફ જસ્ટીસ કૃષ્ણ મુરારીને સ્પેશિયલ બેચની રચના કરી કેસની સુનાવણી કરવાનો અનુરોધ કર્યો હતો. કેન્દ્ર અને ચૂંટણી પંચના વકીલોને પણ આ કેસમાં સૂચિત કરી દેવામાં આવ્યા. બેંચે આ કેસમાં રાતે 10.30 વાગે સુનાવણી કરી અને અડધી રાતે લગભગ આ કેસમાં ચુકાદો આવ્યો.

English summary
Punjab and Haryana high court allowed CM Manohar Lal Khattar to make a night halt in Jind
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X