For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Punjab Assembly Election 2022 : CM ચન્નીના બચાવમાં આવી પ્રિયંકા ગાંધી, કહી આ વાત

સીએમ ચરણજીત સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે હવે તેમની પાર્ટીના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકોએ સ્પષ્ટીકરણ આપવું પડશે.

|
Google Oneindia Gujarati News

Punjab Assembly Election 2022 : સીએમ ચરણજીત સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે હવે તેમની પાર્ટીના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકોએ સ્પષ્ટીકરણ આપવું પડશે. આ વચ્ચે પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું હતું કે, પંજાબ પંજાબીઓ દ્વારા ચલાવવામાં આવે.

priyanka gandhi

ઉલ્લેખનીય છે કે, એક રેલીને સંબોધિત કરતા સીએમ ચરણજીત સિંહે કહ્યું હતું કે, પ્રિયંકા ગાંધી પંજાબીઓની વહુ છે. આ પંજાબીઓ છે. તો પંજાબીઓ એક તરફ આવી જાઓ. યુપી, બિહાર અને દિલ્હીના ભાઈઓ અહીંથી રાજ કરવા માંગે છે. અમે તેમને પ્રવેશવા નહીં દઈએ.

પ્રિયંકા ગાંધીએ સીએમ ચરણજીત સિંહનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે, "તેમના [ચની] નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. મને નથી લાગતું કે, યુપીમાંથી કોઈને પંજાબમાં આવીને શાસન કરવામાં કોઈ રસ નથી અને યુપીમાં પણ નથી ઈચ્છતું કે કોઈ પંજાબમાંથી આવે અને ત્યાં શાસન કરે. લખીમપુર ખેરી હિંસાનો ઉલ્લેખ કરતા, પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, ભાજપે યુપીમાં ખેડૂતોનું "અપમાન" કર્યું છે. કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ આ કેસમાં આરોપીઓમાં સામેલ છે.

જ્યારે ચરણજીત સિંહ ચન્નીની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, "વડાપ્રધાન પંજાબની મુલાકાતે ત્યારે જ આવે છે જ્યારે ચૂંટણી નજીક હોય, પરંતુ ખેડૂતોના વિરોધ દરમિયાન તેમણે આમ કર્યું ન હતું. મોંઘવારી અને બેરોજગારી ચરમસીમા પર છે. આદમી પાર્ટી પર નિશાન સાધતા પ્રિયંકા ગાંધીએ સવાલ કર્યો કે, "દિલ્હી પર યોગ્ય રીતે શાસન કરવામાં નિષ્ફળ ગયેલા અરવિંદ કેજરીવાલ હવે દાવો કરી રહ્યા છે કે, તેઓ પંજાબ પર રાજ કરી શકે છે. આ કેવી રીતે શક્ય છે?"

આગળ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, તેમણે કહ્યું, "તેઓ [ભાજપ, AAP] ફક્ત તેમની ઇચ્છાઓ પૂરી કરવા માટે પંજાબમાં છે. ચન્નીજીએ સ્પષ્ટપણે કહ્યું છે કે, રાજ્યને એક મજબૂત અને સ્થિર સરકારની જરૂર છે, જે પોતાનું ધ્યાન રાખશે. લોકો માટે કામ કરશે. હું પંજાબમાં કોંગ્રેસની લહેર જોઈ શકું છું. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જ પંજાબના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ચરણજીત સિંહ ચન્નીને રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

આ સાથે સીએમ ચન્નીએ તેમના નિવેદન અંગે સ્પષ્ટતા પણ આપી હતી. તેમણે દાવો કર્યો હતો કે, તેમના નિવેદનને "વિકૃત" એટલે કે નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ ગુરુવારે કહ્યું કે, "પંજાબમાં આવેલા તમામ પ્રવાસીઓએ રાજ્યના વિકાસમાં પોતાનો પરસેવો અને લોહી વહાવ્યું છે.

English summary
Punjab Assembly Election 2022: Priyanka Gandhi defended CM Channi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X