For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબઃ અમરિંદર સિંહ જલ્દી બનાવી શકે છે પોતાની પાર્ટી, ભાજપ સાથે ગઠબંધન અંગે ચર્ચા તેજ

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પોતાની ખુદની રાજકીય પાર્ટી ટૂંક સમયમાં બનાવી શકે છે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પોતાની ખુદની રાજકીય પાર્ટી ટૂંક સમયમાં બનાવી શકે છે અને ભારતીય જનતા પાર્ટી(ભાજપ)સાથે ગઠબંધન કે સીટ સમાયોજન પર પણ વિચાર કરી શકે છે. આ બાબતે જોડાયેલ એક પરિચિતે કહ્યુ છે કે પંજાબમાં આગામી ચૂંટણીને લઈને કેપ્ટન અમરિંદર સિંહ ટૂંક સમયમાં પોતાની રાજકીય પાર્ટીની ઘોષણા કરી શકે છે. અમરિંદર સિંહે હાલમાં જ કોંગ્રેસ છોડવાના પોતાના ઈરાદાની ઘોષણા કરી છે. આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પોતાની લેટેસ્ટ બેઠકો બાદ કહ્યુ હતુ કે તે કોઈ રાજકીય બેઠક નહોતી. પરંતુ આ સાથે જ તેમણે રાજકીય પાર્ટીની ઘોષણાવાળા સમાચારોનુ ખંડન નહોતુ કર્યુ.

amarinder singh

હિંદુસ્તાન ટાઈમ્સે પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે કેપ્ટન અમરિંદર સિંહ પંજાબમાં આવનારી વિધાનસભા ચૂંટણીને જોતા જલ્દી પોતાની રાજકીય પાર્ટીનુ એલાન કરી શકે છે. વળી, સીટોની સમજૂતી માટે ભાજપ સાથે ગઠબંધન પણ કરી શકે છે. જો કે અમરિંદર સિંહે થોડા દિવસ પહેલા એ તો સ્પષ્ટ કરી દીધુ હતુ કે તે ભાજપમાં શામેલ નથી થવાના.

હું મીડિયાના નિવેદનોના માધ્યમથી રાજનીતિ નહિ કરુઃ અમરિંદર સિંહ

કેપ્ટન અમરિંદર સિંહે પાર્ટી બનાવવા અને આગળની યોજનાઓ પર વાત કરીને કહ્યુ હતુ કે તે મીડિયાના નિવેદનોના માધ્યમથી રાજનીતિ કરવાના નથી. અમરિંદર સિંહે કહ્યુ હતુ, 'હું મેદાનમાં, લોકોની અદાલતમાં પોતાની લડાઈ લડીશ. મીડિયામાં જે કંઈ બોલવામાં આવી રહ્યુ છે, હું મીડિયાના માધ્યમથી રાજનીતિ કરવામાં વિશ્વાસ નથી રાખતો.' અમરિંદર સિંહે કહ્યુ છે કે તે ફરીથી દિલ્લીની યાત્રા કરી શકે છે. જ્યાં તે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ(જી23ના નેતાઓ) સાથે બેઠક કરશે અને જાણવાની કોશિશ કરશે કે છેવટે પાર્ટીની જર્જર સ્થિતિ આવી કેવી રીતે થઈ ગઈ અને કઈ રીતે તેના મામલાઓને ચલાવવામાં આવી રહ્યા છે.

ટેકનિકલ રીતે હજુ પણ કોંગ્રેસમાં છે અમરિંદર સિંહ

આમ જોવા જઈએ તો ટેકનિકલ રીતે કેપ્ટન અમરિંદર સિંહ હજુ પણ કોંગ્રેસમાં છે પરંતુ તેમણે કહ્યુ છે કે તેમનો પાર્ટીમાં રહેવાનો ઈરાદો નથી. ઔપચારિક રીતે તેમની વિદાય થઈ શકે છે જ્યારે તેમની રાજકીય યોજનાઓ પૂરી થઈ જશે. અમરિંદર સિંહે કહ્યુ, 'હું જી-23ને મેદાનમાં ઉતરવા, સોશિયલ મીડિયા પર ચિંતા વ્યક્ત કરવાના બદલે લોકો સુધી પહોંચવા માટે કહીશ.'

English summary
Punjab: Captain Amarinder Singh all set of to float own party and may tie up with BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X