હવે આ રાજ્યમાં થશે પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો

કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા બાદ હવે રાજ્ય સરકારો પણ પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને જનતાને થોડી રાહત આપવા માટે સ્પર્ધા કરી રહી છે.

ચંદીગઢ : કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા બાદ હવે રાજ્ય સરકારો પણ પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને જનતાને થોડી રાહત આપવા માટે સ્પર્ધા કરી રહી છે. ભાજપ શાસિત અનેક રાજ્યો બાદ હવે પંજાબની કોંગ્રેસ સરકારે પણ પેટ્રોલના ભાવમાં 10 રૂપિયા અને ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ઘટાડા બાદની નવી કિંમતો આજે મધરાતથી લાગુ થશે.

charanjit singh

જનતાના હિતમાં મોટો નિર્ણય લેતા પંજાબ કેબિનેટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. રાજ્યમાં હવે પેટ્રોલ પર 13.77 ટકા જ્યારે ડીઝલ પર 9.92 ટકા વેટ લાગશે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન આ માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા બાદ વિપક્ષ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવા માટે સરકાર પર સતત દબાણ કરી રહ્યું હતું, જેના કારણે પંજાબ મુખ્યમંત્રી ચન્નીને આ નિર્ણય લેવો પડ્યો હતો.

ભાજપ સરકારમાં તેલના ભાવ પહોંચ્યા હતા રેકોર્ડ સ્તરે

મીડિયા સાથે વાત કરતા ચન્નીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારના શાસનમાં ઈંધણના ભાવમાં રેકોર્ડ વધારો થયો છે, ગત 18 મહિનામાં તેલની કિંમત સાતમા આસમાને પહોંચી ગઈ છે, પરંતુ હવે સરકારે જનતાને રાહત આપવાનો નિર્ણય કર્યો છે.

ચન્નીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે પણ કિંમતમાં ઘટાડો કર્યો છે, પરંતુ કેન્દ્રએ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે, જેમાં પંજાબને પણ ભાગ મળે છે. તેનાથી પંજાબને પણ નુકસાન થશે.

જનતાને આ દિવાળીની ભેટ

ચન્નીએ કહ્યું કે આ સરકાર તરફથી લોકોને દિવાળીની ભેટ છે. સરકાર દ્વારા હવે વધુ ભેટ આપવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X