For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ CM શપથઃ ભગવંત માને આજે '16' તારીખ જ કેમ પસંદ કરી, શું આ છે તેમનો લકી નંબર?

શપથ ગ્રહણ સમારંભ માટે શું આ 16 તારીખ એમ જ પસંદ કરી લેવામાં આવી છે? જાણો કારણ.

|
Google Oneindia Gujarati News

ખટકડ કલાં(પંજાબ): વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ એકલાએ 92 સીટો મેળવીને સૌથી મોટી જીત નોંધાવી. આજે 16 માર્ચના રોજ તેમના મુખ્યમંત્રી પદના દાવેદાર ભગવંત માન શપથ લઈ રહ્યા છે. શપથ ગ્રહણ સમારંભ માટે શું આ 16 તારીખ એમ જ પસંદ કરી લેવામાં આવી છે? ના... આની પાછળ ભગવંત માન સાથે જોડાયેલી ઘણા વાતો છે, જેનાથી આ દિવસ તેમના માટે લકી માનવામાં આવે છે. અહીં અમે તમને જણાવીશુ એ વાતો...

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન

માને 16 તારીખ જ પોતાના શપથ ગ્રહણ સમારંભ માટે કેમ પસંદ કરી એ સવાલ ઘણા બધા લોકોના મનમાં ઉઠી રહ્યો છે. આના પર જ્યોતિષના જાણકારોનુ કહેવુ છે કે આ દિવસ તેમના માટે લકી છે. ભગવંત માનના ઘણા નજીકના લોકો જણાવે છે કે માન આ નંબરને પોતાના માટે લકી માને છે.

આ છે કહાની 16 નંબરવાળી

આ છે કહાની 16 નંબરવાળી

માનની પહેલી કેસેટ 'ગોભી દીએ કચ્ચીએ વ્યાપારણે આઈ' વર્ષ 1992માં 16મેના દિવસે રીલિઝ થઈ હતી. આ ઉપરાંત તેમની કૉમેડી કેસેટ 'કુલ્ફી ગરમાગરમ' આ જ વર્ષે 16 ડિસેમ્બરે આવી હતી. જેનાથી તેમને સફળતા મળી હતી. કહેવાય છે કે તે આનાથી રાતોરાત સ્ટાર બની ગયા.

રાજકારણમાં પણ રહ્યા લકી

રાજકારણમાં પણ રહ્યા લકી

વર્ષ 2014માં 16 મેના રોજ માન પહેલી વાર સંગરુર સીટથી લોકસભા સાંસદ ચૂંટવામાં આવ્યા. તેમની આ પહેલી ચૂંટણી જીત હતી જે તેમને 16મી લોકસભા ચૂંટણીમાં મળી હતી. આવુ જ કંઈક આ વખતે પણ થયુ છે કે તેમણે 16મી વિધાનસભા માટે મુખ્યમંત્રીના ચહેરા તરીકે ચૂંટણી લડી. તેમની પાર્ટીને 92 સીટો પર જીત મળી. આજે 16 માર્ચે જ તે મુખ્યમંત્રી બની રહ્યા છે.

English summary
Punjab CM Bhagwant Mann Oath ceremony Today: Why did AAP choose the date of 16? Know all you need to know.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X